અંત્રોલી ગામની સીમમાં ચાલી રહેલ જુગારધામ પર એલસીબી ટીમના દરોડા સુરત:ગ્રામ્ય કોઈપણ જગ્યાએ જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. જેને પગલે એલસીબીની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે બાદ બાતમીદારોને કામે લગાડી દીધા હતા. ત્યારે સુરત ગ્રામ્ય LCB ટીમમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ સંગ્રામભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ રાજેશ ભાઈ અને બળદેવભાઈને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી.
" રૂપિયા 1,27,790. મોબાઈલ 13 નંગ. બાઈક/મોપેડ 8. મળી કુલ 6.97 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે"--બી ડી શાહ (એલસીબી પીઆઇ)
હાર જીતનો જુગાર:કામરેજ તાલુકાના અંત્રોલી ગામની સીમમાં ઈંટના ભઠ્ઠા ઉપર બનાવેલ રૂમમાં કેટલા ઈસમો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમના પીએસઆઈ L.G રાઠોડની આગેવાની રેડ કરવામાં આવતા જુગાર રમતા જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. મહેશ કોથીયા, કૌશિક બાવસિયા, મેહુલ પેથાની, કિરીટ અકબરી, કૌશિક પટેલ, પ્રકાશ ઉધાડ, મયંક ધીરજ લાલ, નંદલાલ કપોપરા, દીપક પટેલ, દિલીપ જકાસનીયા, રમેશ થડોદા, અશોક જકાસનીયા આ તમામ પોલીસના હાથે ઝડપાયા હતા.
બાતમીદારોને કામે લગાડ્યા:થોડા દિવસ અગાઉ કોસંબા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. પોલીસે બાતમીદારોને કામે લગાડી દીધા હતા. ત્યારે કોસંબા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પી આઈ જે.એ બારોટ તથા હે.કો હિમાંશુ રશમિકાંતભાઈને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી. માંગરોળ તાલુકાના કુવરદા ગામની સીમમાં આવેલ જોધલપીર મંદિરની પાછળની ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા વડે અંદર બહાર હારજીતનો જુગાર રમી રમાડે છે. જે ચોક્કસ બાતમીના આધારે કોસંબા પોલીસે રેડ કરતા એક ઈસમ પકડાઈ ગયો હતો. જ્યારે બે ઈસમો ભાગી ગયા હતા.
- Vadodara SOG caught suspected chemical : વડોદરા SOGએ દરોડો પાડી 1000 કિલો શંકાસ્પદ કેમિકલ સાથે એકની ધરપકડ કરી
- Ahmedabad Crime News : બાપુનગરમાં ગુનેગારો બાપુ બનવાના કરી રહ્યા છે પ્રયત્નો, વાહનો સળગાવી અનેક લોકોને આપી ધમકીઓ