- ચોક્કસ બાતમી મળતા પોલોસે રેડ (Red)કરી
- ભેંસોને ચોરી કરી વેચતી ગેંગને પોલીસે ઝડપી
- ભેંસો અને વાહન ચોરીના ગુનામાં ત્રણની ધરપકડ
સુરતઃ જિલ્લા LCB ટીમ પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નંદાવ ગામની હદ પાસે મુકેશભાઈ પરમારની માલિકીના તબેલા પર બરક્તખાન તથા અલીખાન નામના બે ઈસમો તેના સાગરીતો સાથે અલગ-અલગ જગ્યાએથી વાહનો તથા ભેંસો ચોરી કરી લાવી તબેલામાં રાખી ત્યાંથી વેચાણ કરે છે. જેવી ચોક્કસ બાતમી મળી હતી. પોલોસે બાતમી વાળી જગ્યાએ રેડ (Red) કરતા ત્યાં હાજર ત્રણ ઈસમો પોલીસની ગાડી જોઈ ભાગવા લાગ્યા હતા.
LCB ટીમે ચોરી કરી ભેંસો વેચતી ગેંગનેનો પર્દાફાસ કર્યો આ પણ વાંચોઃધંધુકા પોલીસે બાઈક ઉઠાંતરી કરનારા બે શખ્સોને ઝડપી પાડ્યા
ઈસમો પોલીસની ગાડી જોઈ ભાગવા લાગ્યા
પોલોસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ત્રણે ઈસમોને પોલીસે પકડી અને તબેલા પર લાવી તપાસ કરતા ત્યાં એક સફેદ રંગની બોલેરો પિકપ ગાડીઓ રાખેલ બાઇક થતા તબેલામાં બાંધેલી ભેંસો બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ તથા તેમની સાથેના વોન્ટેડ આરોપીઓએ મળી આવેલા વાહનો પૈકી બોલેરો પિકપ રાજસ્થાનથી તથા સફેદ કલરની હીરો ક્રિજ બાઇકમાં ઓલપાડ તાલુકાના સરોલી ગામેથી તથા સરોલી ગામેથી તથા કાળા કલરની હોન્ડા યુનિયન બાઇક કામરેજ તાલુકાના વેલન્જાથી મળી આવેલી ભેંસો પીપોદ્રા જી.આઈ.ડી.સી ખાતેથી આવેલી રાજેશ ભાઈ કાંતિભાઈ પટેલના તબેલામાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.
LCB ટીમે ચોરી કરી ભેંસો વેચતી ગેંગનેનો પર્દાફાસ કર્યો આ પણ વાંચોઃહળવદ : નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
પોલીસે 12લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે
વાહન ચોરી તેમજ ભેંસોની ચોરી કરતી ગેંગ પાસેથી પોલીસે સફેદ કલરની બોલેરો બે બાઇક, સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર, બે ભેસો, ત્રણ મોબાઈલ મળી કુલ 12.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.