ગુજરાત

gujarat

ETV Bharat / state

અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાન શિલાન્યાસ કરી રહ્યા હતા, ત્યારે સુરતમાં પણ ભવ્ય ઉજવણી - Vishwa Hindu Parishad Surat

અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાન શિલાન્યાસ કરી રહ્યા હતા, ત્યારે સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી. આજે દરેક ભારતીયોનો સંકલ્પ પૂર્ણ થયો છે, ત્યારે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામની ભવ્ય આરતી ઉતારીને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

અયોધ્યામાં
અયોધ્યામાં

By

Published : Aug 5, 2020, 2:43 PM IST

સુરત : અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાન શિલાન્યાસ કરી રહ્યા હતા, ત્યારે સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી. આજે દરેક ભારતીયોનો સંકલ્પ પૂર્ણ થયો છે, ત્યારે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામની ભવ્ય આરતી ઉતારીને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાન શિલાન્યાસ કરી રહ્યા હતા, ત્યારે સુરતમાં પણ ભવ્ય ઉજવણી
સુરતનો વરાછા વિસ્તાર કે, જ્યાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઈ હતી. ત્યાં જ આજે મંદિર માટે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ફટાકડાના અવાજ આખા વિસ્તારમાં સંભળાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને સુરતના સાંસદ દર્શના જરદોશે હાજરી આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી રામ, સીતા ,લક્ષ્મણ અને હનુમાનની ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી.


સુરતનો વરાછા વિસ્તાર કે, જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજના દિવસે તેને યાદગાર બનાવવા માટે વિહિપ દ્વારા એક ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પ્લાઝમાં ડોનેટ કરવા માટે સામે પણ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details