સુરત કોર્ટને જીઆવ-બુડિયા ખસેડવા મામલે વકીલોનો વિરોધ સુરત: નવા કોર્ટ બિલ્ડિંગ સંકુલને જીઆવ ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ જિલ્લા વકીલ મંડળે યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા જીઆવ ખાતેની જમીન સુરત જિલ્લા કોર્ટને ફાળવી દેવાની સત્તાવાર જાહેરાત થયા બાદથી વકીલઆલમમાં આ મુદ્દે મતમતાંતર વર્તાઈ રહ્યા છે. જેની વચ્ચે ગઈકાલે મળેલી મંડળની સામાન્ય સભામાં વકીલોએ સર્વાનુમતે જીઆવ નહીં જવાના ઠરાવને યથાવત રાખ્યો હતો. સાથે જ આ મુદ્દે ઉગ્ર આંદોલન છેડવાની સાથે છેવટ સુધી લડી લેવાનો પણ નિર્ણય કર્યો હતો.
વિરોધ દર્શાવવાનો નિર્ણય: એક કલાક ઉપરાંત ચાલેલી સામાન્ય સભામાં વકીલો ખાસ કરીને જુનિયર વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેની સાથે હવેથી લોકઅદાલત અને મીડિયેશન સેન્ટરનો બહિષ્કાર કરવાનો તેમજ સરકારના નિર્ણય સામે લાલ પટ્ટી પહેરી વિરોધ કરવાનો પણ ઠરાવ કર્યો હતો.સુરત ડિસ્ટિક બાર એસોસિએશનના પ્રમુખ પી.ટી.રાણા તેમજ મંત્રી હિમાંશુ પટેલ સહિત તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં આ મુદ્દે એક મહારેલી કાઢવા માટે પોલીસ કમિશનરની મંજૂરી મેળવવા તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી ફરીથી વિરોધ દર્શાવવાનો નિર્ણય પણ કરાયો હતો.
મુખ્યપ્રધાન આવવાની સંભાવના: આગામી દિવસોમાં વકીલ મંડળ કેટલી આક્રમકતા દર્શાવે છે. હવે આ વિરોધ આક્રમકતા ધારણ કરે છેકે, નહીં બાકી ટૂંક સમયમાં જીઆવ ખાતે નવા કોર્ટ સંકુલના ખાત મુહૂર્તની વાતો પણ બહાર આવી રહી છે. સૂત્રો મુજબ સુરત જિલ્લા પંચાયતના વેસુ ખાતેના નવનિર્મિત ભવનનું ઉદધાટન કરવા મુખ્યપ્રધાન આવવાની સંભાવના છે.ત્યારે અન્ય પ્રકલ્પોના આયોજન અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. આજની સામાન્ય સભામાં સંખ્યાબંધ સિનિયર વકીલોની ગેરહાજરી પણ ઊડીને આંખે વળગે એ પ્રકારની રહી હતી.
"ગઈકાલના ઠરાવમાં જે મંજૂર કરવામાં આવ્યું છેકે, મીડિટીર શ્રીઓએ કામગીરીમાં સહકાર નહિ આપવો તો સમગ્ર વકીલોના હિતમાં અમે પણ સાથે છીએ.સુરત ડિસ્ટિક બાર એસોસિએશનના જે નિર્ણય લેશે એમાં અમે પણ તેમની સાથે છીએ.અને જે 1800 વકીલ મહિલાઓ છે. એમની માટે પણ અમે ગઈકાલે રજૂઆત કરી છેકે, મહિલાઓનું પણ હિત સચવાય તે માટે યોગ્ય અને ન્યાયીક નિર્ણય લેવાય તેવી અપેક્ષા સાથે અમે અમીલ કરી છે.અને પીડીજી સાહેબે અમને વિશ્વાસ આપ્યો છેકે, જેતે યોગ્ય થશે તે પ્રકારની કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે"---નીતાબેન ત્રિવેદી ( વકીલ )
ત્રાસ રહેવાનો ભય:આગામી દિવસોમાં વકીલ મંડળ કેટલી આક્રમકતા દર્શાવે છે એ મહત્ત્વનું બની રહેશે. શહેરના છેવાડે જીઆઉ બુડિયા ખાતે કોર્ટ ખસેડાય તો વકીલો અને પક્ષકારો અવરજવરમાં મુશ્કેલી થાય. ઔદ્યોગિક એકમોના પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન ઉભો થાય, આજુ બાજુના વિસ્તોરોના અસમાજીક તત્ત્વોનો ત્રાસ રહેવાનો પણ ભય હોય. વિકલો આ મામલે ભારે વિરોધ કરી રહ્યાં છે. જીઆઇડીસી ઔદ્યોગ ક્ષેત્ર હોવાને કારણે ત્યાં ખૂબ જ પ્રદૂષણ છે.
"અમે તમામ વકીલો દ્વારા ગઈકાલે જે અમારી સામાન્ય સભા થઈ હતી જેમાં નામદાર સરકાર દ્વારા અમોને જે જીઆવ-બુડિયા કોર્ટ બિલ્ડીંગ બાબતે જે જગ્યા ફાળવામાં આવી છે. તેનો અમે છેલ્લે ઘણા વર્ષોથી વિરોધ કરતા આવ્યા છીએ. કારણ કે ત્યાં જીઆઇડીસી ઔદ્યોગ ક્ષેત્ર હોવાને કારણે ત્યાં ખૂબ જ પ્રદૂષણ છે.અને તે ખુંબ જ દૂર પડે છે. કારણ કે મહિલા વકીલો જેઓ પોતાના ઘરેથી આવે છે.ત્યારે સાંજે ઘરે જતા ઘણો સમય લાગે એવું છે. અને ખૂબ જ લાંબો રસ્તો છે"-- પી.ટી.રાણા (સુરત ડિસ્ટિક બાર એસોસિએશનના પ્રમુખ)
શાંતિપૂર્ણ રીતે વિરોધ:વધુમાં જણાવ્યુંકે, તેજે વિસ્તાર છે તે પરપ્રાંતિય વિસ્તાર છે.ત્યાં ગુન્હાખોરી પણ વધારે છે. એટલે વકીલોનું જે પ્રોટેક્શન છે એનો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ત્યાં અમે નહીં જવા માટે અમે કલેકટર, નામદાર ગુજરાત હાઇકોર્ટ ને રૂબરૂ મળી અમે અમારી રજૂઆત કરી છે.ગઈકાલે તમામ વકીલો એક સાથે મળીને આજે લાલ રીબીન કાંતો પટ્ટી બાંધી ને અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો છે.
- Surat News : પરિણામમાં છબકડું, વલસાડની લો કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી છતાં પરિણામમાં માર્ક્સ મળ્યા
- Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટની લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત