ગુજરાત

gujarat

ETV Bharat / state

CAAના સમર્થનમાં સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી વકીલોએ મોટી રેલી યોજી

CAAના સમર્થનમાં મોટી સંખ્યામાં વકીલોએ સુરતથી લઈ કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. તેમજ CAAના સમર્થનમાં હાથમાં પ્લેકાર્ડ લઈને કલેકટર કચેરી પહોંચેલા વકીલોએ કલેકટરને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. વકીલ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, લોકો કાયદાની જાણકારી વગર જ દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. જો વિરોધ કરવો હોય તો પહેલા કાયદાનું અધ્યયન કરવું જરૂરી છે.

surat
સુરત

By

Published : Jan 30, 2020, 8:28 PM IST

સુરત : અઠવાલાઇન્સ ખાતે આવેલા સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી વકીલોએ મોટી રેલી યોજી હતી. CAAના સમર્થનમાં હાથમાં પ્લે કાર્ડ લઇ મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ વકીલો રોડ પર ઉતર્યા હતા. તેઓએ CAAના સમર્થનમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે નાગરિકતા સુધારણા કાયદાની જાણકારી લોકોને નથી. લોકો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે દેશમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે.

CAAના સમર્થનમાં સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી આજે સુરતના વકીલોએ મોટી રેલી યોજી

જે લોકોને વિરોધ કરવો હોય તેઓ પહેલા કાયદા અંગે જાણકારી મેળવી લે. તેમજ કાયદામાં આવું કશું નથી જેનો વિરોધ થાય.

ABOUT THE AUTHOR

...view details