સુરતમાં કેબીનેટ પ્રધાન આર.સી ફળદુ દ્વારા પોષણ અભિયાન 2020-22નો પ્રારંભ - Surat latest news
સુરતમાં ગુજરાતના બાળકોની કુપોષિસતા દુર થાય અને બાળકો તંદુરસ્ત જન્મે તેવા પ્રયાસથી ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતના કેબીનેટ પ્રધાન આર.સી ફળદુએ ઓલપાડના મોર ગામે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
સુરત: જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા 30 જાન્યુઆરીથી 1 નવેમ્બર દરમિયાન પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પોષણ અભિયાનની શરૂઆત ગુજરાતના કેબીનેટ પ્રધાન આર.સી.ફળદુએ ઓલપાડના મોર ગામથી કરાવ્યો હતો. મોર ગામ ખાતે ફળદુએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને મોરની શાળાની નવી ઈમારતનું ભૂમિપૂજન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્નપ્રાસ વિધિ દરમિયાન ફળદુએ પોતાના હાથે બાળકોનું અન્નપ્રાસ વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, તાલુકા ભાજપ સંગઠન, મામલતદાર સહીત આગેવાનોએ હાજરી આપી હતી.