સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં રાત્રીના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જોકે જે વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું તેને કોઈ જાનહાની થઇ નથી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
સુરતમાં મોડી રાતે ફાયરિંગ, ઘટના CCTV માં કેદ
સુરતના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જે વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું તેને કોઇ જાનહાનિ થઇ નથી. આ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
Firing in Surat
ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતા વિસ્તારમાં નાસભાગ મચી હતી. પોલીસ સ્ટેશન નજીક હોવાથી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી. મોડી રાત સુધી કોઈ પકડાયું ન હતું. હાલ આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.