ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 17માં તબક્કામાં 16 શાળાઓની અંતિમ ફી કરાઈ જાહેર - announc

સુરત: રાજ્યની ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી પર નિયંત્રણ માટે રાજ્ય સરકારે ફી નિર્ધારણ કાયદાની જોગવાઈ કરી છે. જે અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓને આવરી લેતી ફી નિર્ધારણ કમિટીએ સોમવારે 17માં તબક્કામાં 16 શાળાઓની અંતિમ ફી જાહેર કરી હતી.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Jun 18, 2019, 5:14 AM IST

રાજ્ય સરકારે સુરતની 14 અને વલસાડની 2 શાળાઓની ફીમાં 31850નો ઘટાડો કરવાની સાથે મહત્તમ 53000 સુધીની ફી નિર્ધારિત કરવામાં આવી હતી. આ શાળાઓમાં સૌથી વધારે ઘટાડો એલ.એચ.બોઘરા સ્કુલમાં 31850 રૂપીયાનો ઘટાડો કર્યો હતો.

રાજ્યની ખાનગી શાળાઓમાં આડેધડ લેવામાં આવતી ફીને કાબુમાં લેવા FRC કમિટી નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ શાળાઓની ફી નક્કી કરવામાં આવે છે. આજે 17માં તબક્કામાં દક્ષિણ ગુજરાતની 16 શાળાઓની ફી જાહેર કરવામાં આવી હતી, જેમાં અડાજણની એલ.એચ.બોઘરા શાળાએ 11 અને 12 સાયન્સની 50 હજાર ફી મૂકી હતી. જેમાં ફી કમિટીએ સૌથી વધુ 31850 જેટલો ઘટાડો કર્યો હતો.

આ ઘટાડા બાદ આ ફી 19960 અને 18150 થઈ હતી. જયારે સૌથી વધુ ફી કામરેજની વિસડોમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 80500 મુકવામાં આવી હતી જેમાં 27000નો ઘટાડો કરી આ સ્કૂલની સૌથી વધુ 53500 જેટલી ફી મંજુર કરી હતી. અન્ય શ્રી શ્રી રવિશંકર સ્કૂલમાં 11 સાયન્સની ફીમાં 10290 જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details