ગુજરાત

gujarat

ETV Bharat / state

છેડતીથી નાસીપાસ થવાના બદલે 42 વર્ષે શરુ કર્યુ કરાટે શિખવાનું, મેળવ્યો બ્લેક બેલ્ટ - gujarat

સુરતઃ 'Age is just a number' અંગ્રેજીની આ કહેવતને સુરતની 47 વર્ષીય પિંકી મોદીએ સાચી સાબિત કરી છે. 40 વર્ષ પછીની મહિલાઓ એવું વિચારવા લાગે છે કે હવે જીવન પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ પિંકીબેન સાથે બનેલી એક ઘટના પછી તેમણે 42ની ઉંમરે કરાટે શિખવાનું શરુ કર્યુ. માત્ર શિખવા ખાતર જ નહીં પરંતુ આગળ વધી તેમણે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો છે.

છેડતીથી નાસીપાસ થવાના બદલે 42 વર્ષે શરુ કર્યુ કરાટે શિખવાનું, મેળવ્યો બ્લેક બેલ્ટ

By

Published : Jul 13, 2019, 1:14 PM IST

સુરતના પિંકીબેન મોદીની ઉંમર 42 વર્ષની હતી ત્યારે તેમની સાથે એક ઘટના બની હતી. સરદાર બ્રિજ પર બાઇક લઇને જતી વખતે અમુક છોકરાઓએ તેની છેડતી કરી હતી. આ ઘટના પછી તેમણે મનોમન વિચારી લીધું હતું કે હવે પછીથી તેઓ પોતાનું રક્ષણ પોતે જ કરશે. દ્રઢ નિર્ધાર પછી 42વર્ષની આયુમાં તેમણે કરાટે શિખવાનું શરુ કર્યુ. આજે દરેક ઉંમરની સ્ત્રી માટે પિંકીબેન મોદી મિશાલ બની ગયા છે. કારણ કે, પાંચ વર્ષમાં તેણે કરાટે શિખવામાં એટલી હદે મહેનત કરી કે, તેમણે કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. જે ઉંમરે મહિલાઓમાં બીમારી ઘર કરી જાય અને દવાઓના સહારે જીવન વિતાવવુ પડે એવા સમયમાં તેમણે હાડકા તોડવાની તાકાત મેળવી લીધી છે.

આત્મસુરક્ષા માટે સુરતના પિંકીબેન 42ની ઉંમરે કરાટે શિખ્યા, મેળવ્યો બ્લેક બેલ્ટ
આ અંગે તેઓ જણાવે છે કે, સરદાર બ્રિજ પર છેડતીની ઘટના પછી એમને સ્વરક્ષા અંગે વિચાર આવ્યો. સમાજ શું કહેશે, પરિવાર શું કહેશે તેની ચિંતા કર્યા વગર તેમણે કરાટેમાં ગોલ્ડ, સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેઓ હવે પોતાની સાથે-સાથે અન્ય મહિલાઓની પણ હવે રક્ષા કરી શકે છે. કરાટે શિખવાથી તેમનામાં આત્મવિશ્વાસનો પણ વધારો થયો છે.

પિંકીબેનના ટ્રેનર વિસપી કાસટે જણાવ્યુ હતું કે,જ્યારે પિંકીબેન કરાટે શિખવા માટે આવ્યા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તેમને લાગ્યુ કે તેઓ તેમના બાળકોને કરાટે ક્લાસમાં મુકવા આવ્યા હશે. પરંતુ પિંકીબેને શિખવાનું શરુ કર્યુ હતું.વરસાદ,ગરમી કે કોઈપણ મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે કરાટે શિખવાનું ચાલુ રાખ્યુ હતું. તેમનો ઉત્સાહ જોઈને પોતે પણ શિખવાડવા માટે ઉત્સાહીત રહેતા હતાં.

શીખવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. શીખવા માટે ઉત્સાહ અને જુસ્સો હોવો જરુરી છે. જીવનમાં એક એવી કોઇ ઘટના બને છે જે વ્યક્તિને જ નહી તેના સમગ્ર જીવનને બદલી નાખે છે તે પિંકી મોદીએ સાબિત કર્યું છે. જે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

ABOUT THE AUTHOR

...view details