35 કેરેટનો એમરાલ્ડ કટ પોલિસ્ડ ડાયમંડ સુરત : સામાન્ય રીતે હીરા માઇન્સમાંથી મળે છે. પરંતુ સુરતના હીરાના ઉદ્યોગકારો લેબમાં હીરા તૈયાર કરી રહ્યા છે જેની વિશ્વભરમાં ભારે ડિમાન્ડ છે. સુરતમાં આવી જ રીતે તૈયાર 35 કેરેટનો લેબગ્રોન ડાયમંડ હવે અમેરિકામાં એક્ઝિબિશનમાં મૂકવામાં આવશે. આ લેબમાં તૈયાર ડાયમંડને ગ્રો થવામાં છ મહિના લાગ્યા હતાx. જ્યારે 20 દિવસ તેને કટ અને પોલિસ્ડ કરવામાં લાગ્યાં છે.
લેબમાં તૈયાર ડાયમંડની ડિમાન્ડ : વિશ્વભરમાં સૌથી વધારે જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર એક્ઝિબિશનમાં પણ રીયલ ડાયમંડને લેબગ્રોન ડાયમંડ ટક્કર આપી રહ્યો છે. સુરતમાં હાલમાં આજે લેબમાં એક ખાસ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડાયમંડને લેબમાં ગ્રો થવામાં આશરે છ મહિનાથી પણ વધુ સમય લાગ્યો છે જ્યારે આ ડાયમંડ લેબમાં ગ્રો થયો ત્યારે આ ડાયમંડનું વજન 90 કેરેટ હતું. 20 દિવસ જ્યારે તેને કટ અને પોલિસ્ડ કરતા લાગ્યો ત્યારે તે 35 કેરેટનો હીરો તૈયાર થયો છે.
અમેરિકામાં એક્ઝિબિશનમાં મૂકાયો : આ ડાયમંડનું એનાલિસિસ અને ગ્રેડિંગ જેમોલોજિકલ ઇન્ટરનેશનલ લેબોરેટરીમાં કરવામાં આવ્યું છે. હાલ આ હીરો અમેરિકામાં છે અને જ્યાં બેથી પાંચ જૂન દરમિયાન યોજવામા આવી રહેલ એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યો છે. લાસવેગાસ ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે જેમાં આ સીવીડી ડાયમંડ મૂકાયો છે.
એમરાલ્ડ કટ પોલિસ્ડ ડાયમંડ : લેબમાં તૈયાર આ હીરાની વાત કરવામાં આવે તો આ ખાસ એમરાલ્ડ કટ પોલિસ્ડ ડાયમંડ છે. 9.06× 23.37× 15.24 આકાર ધરાવે છે. આ એક ફેન્સી હીરો છે જેને સુરતની મૈત્રી લેબબ્રોન કંપનીએ તૈયાર કર્યો છે.
આ ખાસ હીરો લેબમાં તૈયાર થયો છે. અગાઉ જ્યારે આ લેબમાં હતો ત્યારે 90 કેરેટનો હતો. તેને કટ એન્ડ પોલિસ્ડ કર્યા બાદ આ 35 કેરેટનો થયો છે. હાલ અંતરરાષ્ટ્રીય માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે જેના કારણે અમે અવનવી ડિઝાઇન માટે ડાયમંડ લેબમાં તૈયાર કરી રહ્યા છે...મનીષ નાવડીયા (મૈત્રી લેબબ્રોન)
સર્ટિફાઇડ ડાયમંડ હોય છે : જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં બમણો વધારો પણ નોંધાયો છે. જેને લઈ કેન્દ્ર સરકાર પણ અનેક પોલિસી લાવી રહી છે. જેથી આવનારા વર્ષોમાં ભારત લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટમાં હબ બની શકે અને ચાઇનાને ટક્કર આપી શકે. લેબગ્રોન ડાયમંડ રીયલ ડાયમંડથી સસ્તો હોય છે અને તેની વેલ્યુ પણ હોય છે. એટલું જ નહીં આ સર્ટિફાઇડ હોવાના કારણે હાલ વિશ્વભરમાં આ ડાયમંડની ડિમાન્ડ વધી છે.
- Surat Diamond : સુરતના હાર્ટશેપ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ભારત સહિત અન્ય દેશોમાં પણ મળે છે જોવા
- અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ
- અમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડને જોતા જ ચોંકી ઊઠશો