સુરતરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખ જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે રાજકીય પાર્ટીઓએ મતદારોને આકર્ષવા માટે કમર કસી લીધી છે. તો સુરતમાં મિની સૌરાષ્ટ્ર તરીકે ગણાતી વરાછા વિધાનસભા બેઠકના (Varacha assembly seat) ધારાસભ્ય કુમાર કાનાણીએ (kumar kanani mla gujarat) પણ આ વખતે પોતાની દાવેદારી પક્ષ સમક્ષ કરી છે.
કથીરિયા અને માલવિયા ભાજપનું કંઈ નહીં ઊખાડી શકે, પૂર્વ આરોગ્ય પ્રધાનનું નિવેદન - વરાછા વિધાનસભા બેઠક
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (Patidar Leader Alpesh Kathiriya) અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે આ બંને ભાજપને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. તેવામાં પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ (kumar kanani mla gujarat) આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બંને નેતાઓ ભાજપને કંઈ જ નુકસાન નહીં પહોંચાડી શકે.
કાનાણી પાટીદાર આંદોલન વચ્ચે પણ જીત્યા હતાપાટીદાર અનામત આંદોલન સમયે (patidar anamat andolan samiti) પણ સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કુમાર કાનાણી વિજયી (kumar kanani mla gujarat) થયા હતા. વર્ષ 2017માં અનામત આંદોલન વચ્ચે ભારે વિરોધ બાદ પણ તેઓ આ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા. તેમને આરોગ્ય પ્રધાન તરીકે જવાબદારી પણ આપવામાં આવી હતી, જે બાદમાં પરત લઈ લેવામાં આવી હતી. તો આ વખતે ફરી તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે
માલવિયા અને કથીરિયાથી કોઈ ફરક નહીં પડેઃ કાનાણી આ અંગે પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ (kumar kanani mla gujarat) જણાવ્યું હતું કે, જો તમને ટિકીટ નહીં પણ મળે તો તેઓ પક્ષ માટે કાર્યરત્ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેનાથી ભાજપને કોઈ ફરક નથી પડતો. અગાઉ તેઓ સમાજ માટે કામ કરી રહ્યા હતા અને આજે તેઓ પક્ષમાં જોડાયા છે. આનાથી સમીકરણ બદલાશે. વરાછા બેઠક (Varacha assembly seat) ઉપર ફરીથી ભાજપ જીતશે. અલ્પેશ કથીરિયાએ (Patidar Leader Alpesh Kathiriya)અત્યાર સુધી સમાજના નામે લડત ચલાવી હતી. હવે રાજકારણમાં આવ્યા છે ત્યારે લોકો નક્કી કરશે.