ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સુરતના છેવાડાનું કોષ ગામ સંપર્ક વિહોણું બન્યું - અંબિકા નદી

સુરતઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યા છે, ત્યારે મહુવા તાલુકાનું છેવાડાનું કોષ ગામ કે જ્યાં જવા માટે વાઘદેવી ઓવરો ક્રોસ કરીને જવું પડે છે, ત્યારે અંબિકા નદીના પાણીના સપાટીમાં વધારો થતા કોષ ગામના લોકોએ ઘૂંટણ સમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

કોષ ગામ સંપર્ક વિહોણું

By

Published : Jul 30, 2019, 5:32 PM IST

મહુવા તાલુકાના કોષ ગામ કે જે ગામની વસ્તી લગભગ 4 હજાર જેટલી છે, અને દર ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં વરસાદ વધુ પડતાની સાથે જ અંબિકા નદી પર આવેલો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કોષ ગામના લોકોએ વહેવલ જવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવો પડે છે.

કોષ ગામ સંપર્ક વિહોણું

ત્યારે હાલ પણ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતૂર થવા પામી છે, અને વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જતા કોષ ગામના લોકો ઘૂંટણસમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઓવારા પર કોઈ પણ જાતની સેફટી કે પછી દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા નથી. હાલ તો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થતા કોષ ગામના લોકોએ મુખ્ય માર્ગ પર આવવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવાની નોબત આવી છે.

ABOUT THE AUTHOR

...view details