- ધામરોડ નજીકથી ગેરકાયદેસર ગુટકા, તમાકુનો જથ્થો ઝડપાયો
- વાપીથી અમદાવાદ જઈ રહ્યો હતો જથ્થો
- પોલીસે કુલ 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત: કોસંબા પોલીસે બાતમી ના આધારે ધામરોડ ગામ નજીકથી કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે ભરેલી ગુટકા, તમાકુનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિમાંશુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગેરકાયદેસર ગુટકા, તમાકુનો મોટો જથ્થો એક કન્ટેનરમાં વાપીથી અમદાવાદ જઇ રહ્યું છે અને હાલ ધામરોડ ખાતે આવેલી રામદેવ હોટલમાં ચાલક હોલ્ડ કરવા ઉભો છે.
12 લાખથી વધુની ગુટકા અને 3 લાખથી વધુની તમાકુ મળી આવી
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રામદેવ હોટલમાં તપાસ કરતા હોટલના કમ્પાઉન્ડમાં બાતમીવાળું કન્ટેનર મળી આવ્યું હતું.,પોલીસે કન્ટેનરમાં ચેક કરતા તેમાંથી પોલીસને 12,48,480 રૂપિયાની કિંમતની ગુટકા અને 3,12,120 રૂપિયાની કિંમતની તમાકુ મળી આવી હતી. પોલીસે કન્ટેનર ચાલક હરિરામ રેવા રામ મેઘવાલની અટકાયત કરી કન્ટેનર, તમાકુ, ગુટકા, રોકડ મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગુટકા અને તમાકુના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લંબાવાયો