ચૂંટણી પંચ દ્વારા સાત પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવાને લઈ ચૂંટણીપંચ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલ ઉભા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ચારેય સીટો પર ચૂંટણી લડવા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. આ સીટ કોંગ્રેસને આશીર્વાદ રૂપે મળશે. જેથી ચૂંટણી પંચે ચાર સીટો પર ચૂંટણીની જાહેરાત કરી છે. સાત સીટો પર જીત મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરો મહેનત કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર પક્ષ પલટો કર્યો છે. પરંતુ, તેનાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી.
ગાંધી સંદેશ યાત્રામાં કોંગી કાર્યકરો હેલ્મેટના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ - helmet rules in surat
સુરત: ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચાર વિધાનસભા સીટો માટે પેટા ચૂંટણી કરવા અંગે જાહેરાત થઇ છે. જે સંદર્ભ સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેમ ગાંધીજીએ અંગ્રેજોની સામે સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તેવી રીતે આ ગાંધી સંદેશ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે તેવું જણાવ્યું હતું.
સુરતમાં ગાંધી સંદેશ યાત્રા 27મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કાર્યકરોને મળવા અમિત ચાવડા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નવા નિયમોને લઈ પ્રજા હેરાન છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અહંમમાં છે. સરકારે જે મોટર વ્હીકલ એકટને લઈ પ્રજાને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આ યાત્રા દરમિયાન ગોડસેની વિચારધારાવાળી સરકારની સામે સવિનય કાનૂન ભંગ કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે, આ યાત્રામાં મોટર વ્હીકલ એકટનું પાલન કરવામાં નહી આવે. તેમજ આ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે. જેમ ગાંધીજીએ અંગ્રેજોની સામે સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તેવી જ રીતે કાર્યકરો હેલ્મેટનો સવિનય કાનૂન ભંગ કરશે. ભાજપ સરકાર નવા ટ્રાફિક કાયદાઓથી પોતાનો ખજાનો ભરવા લાગી છે. જયારે પ્રજા હેરાન થઈ રહી છે. અમે પ્રજાની સાથે છીએ. ગાંધી સંદેશ યાત્રા દાંડીથી સાબરમતી અને પોરબંદરથી સાબરમતી સુધી એમ બે યાત્રા યોજાવાની છે.