ગુજરાત

gujarat

ETV Bharat / state

કુંવરજી બાવળીયા દ્વારા સમાજમાં બે ભાગલા પાડવામાં આવ્યા છે: અજિત પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતમાં કોળી સમાજ સંમેલન (Akhil Bhartiya Koli Samaj)કરી શક્તિ પ્રદર્શન કરવાનું હતું. પરંતુ મતભેદના કારણે આ શક્તિ પ્રદર્શન માત્ર ગણતરીના લોકો હાજર રહ્યા હતા. આ બાદ સમાજના અગ્રણીઓએ સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયાને પરથી હટાવીને અજીત પટેલને નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે.

કુંવરજી બાવળીયા દ્વારા સમાજમાં બે ભાગલા પાડવામાં આવ્યા છે: અજિત પટેલ
કુંવરજી બાવળીયા દ્વારા સમાજમાં બે ભાગલા પાડવામાં આવ્યા છે: અજિત પટેલ

By

Published : May 16, 2022, 2:21 PM IST

સુરત:વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ સુરતના કામરેજ વિસ્તારમાં સમાજનું સંમેલન (Koli Samaj Sammelan controversy)કરી શક્તિ પ્રદર્શન કરવા માંગતું હતું પરંતુ મતભેદના કારણે આ શક્તિ પ્રદર્શન માત્ર ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા. આ ઘટના બાદ સમાજના અગ્રણીઓએ સમાજના પ્રમુખકુંવરજી બાવળિયાને(Kunwarji Bawaliya)હટાવીને અજીત પટેલને નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે. અજીત પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સમાજમાં વિખવાદ ન થાય માટે પોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ સમાધાન માટે બોલાવ્યા હતા.

કોળી સમાજ

આ પણ વાંચોઃહવે મોદી સમાજ આ 4 ક્ષેત્રમાં આગળ વધવા પર ધ્યાન આપશે, બેઠકમાં લેવાયો નિર્ણય

સમાજના કેટલા આગેવાનો વચ્ચે થયેલ મતભેદ -કોળી સમાજના સંમેલનમાં સમાજને(Akhil Bhartiya Koli Samaj) એકત્ર કરવાનો પ્રયાસ થનારો હતો. પરંતુ સમાજના કેટલાક નેતાઓ વચ્ચે થયેલ વિવાદના કારણે આ સંમેલન વિવાદનો કેન્દ્ર બની ગયો છે. બે દિવસીય થનારા સંમેલન થકી કોળી સમાજ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માંગતું હતું જેમાં માત્ર ગુજરાત જ નહીં દેશભરના કોળી સમાજના આગેવાનો હાજર થવાના હતા. આ સમગ્ર સંમેલનની જવાબદારી અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના પ્રમુખ કુંવરજી બાવળિયાની હતી. પરંતુ સમાજના કેટલા આગેવાનો વચ્ચે થયેલ મતભેદના કારણે આ સંમેલનમાં માત્ર 200 જેટલા લોકો જ હાજર રહ્યા હતા. જેના કારણે કામરેજમાં મળેલી જનરલ મીટીંગમાં અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના પ્રમુખ કુંવરજી બાવળીયાને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરાયા હતા. ETV Bharatને અજીત પટેલે જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયા સમાજ વિરુદ્ધ કામ કર્યા છે.

આ પણ વાંચોઃCelebrating the golden jubilee: સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજ સુવર્ણ જ્યંતીની ઉજવણી કરશે

કુંવરજી બાવળીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા -આ અંગે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સમાજ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કુંવરજી બાવળીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુંવરજી બાવળીયા સમાજ વિરુદ્ધ કામ કર્યા. પોતે જ પ્રમુખ છું એમ કામ કર્યા છે. તેમણે જ અખિલ ભારતીય સમાજમાં બે ભાગલા પાડવામાં આવ્યો છે. આ નિર્ણયનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. 24-3-2022ના રોજ ગાંધીનગર ખાતે રાજભવન દેશના રાષ્ટ્રપતિએ અમને સમાધાન માટે બોલાવ્યા હતા.બંને ને સમજાવ્યા હતા કે બન્ને સંમેલનમાં આવો અને તેમણે આ કોળી સમાજના સંમેલનમાં ભાઈ બહેનોને નહી જવા માટે બન્ને તેટલા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમણે દેશના રાષ્ટ્રપતિનું પણ અપમાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details