સુરત:જહાંગીરપુરા ખાતે રહેતા 23 રાહુલ ચેતનભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે, તે કોન્ટ્રકટ કર્મચારી છે અને કોમ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે, બુધવારે બપોરે રાહુલ આયુષ્ય માન કાર્ડની બારી પાસે સેન્ટ્રલ નબર પાડવાનું કામ કરતો કારીગર મોડો આવતા ત્યાં લાઈન લાગી હતી. આ દરમ્યાન ત્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ત્યાં પહોચ્યા હતા. મારો માણસ કેટલા સમયથી લાઈનમાં ઉભો છે તેનું કામ કેમ કરી આપતો નથી તેમ કહીને લાફો મારી દીધો હતો, આ સમગ્ર મામલો હોસ્પિટલના આરએમઓ સુધી પણ પહોચ્યો હતો, આ ઘટનામાં રાહુલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Surat News: સુરત પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની કરી ધરપકડ, જાણો શા માટે - Surat Police
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોમ્યુટર ઓપરેટર ઉપર ફરજ બજાવતા કોન્ટ્રકટના કર્મચારીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ લાફો માર્યો હતો. આ મામલે કર્મચારી દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો, રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવતા આપ પાર્ટીના વિપક્ષ નેતા સહીતના કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોચીને વિરોધ નોંધાવ્યો હતો.
Published : Oct 6, 2023, 3:57 PM IST
"આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર કોન્ટ્રકટ કર્મચારી રાહુલ સાથે વિવાદ કરી લાફો ઝીંકી દીધો હતો. આ અંગે રાહુલે વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. તપાસ બાદ કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરોધ કરવા વરાછા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા. ત્યાર પછી કેટલાક કાર્યકર્તાઓની પણ અટક કરવામાં આવી હતી."-- અલ્પેશ ગભાણી (વરાછા પીઆઇ)
પોલીસ મથક બહાર જ વિરોધ પણ નોંધાવ્યો: આ બનાવમાં વરાછા પોલીસે કર્મચારીની ફરિયાદના આધારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જેથી રાત્રીના સમયે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને આપ પાર્ટીના કાર્યકર્તા વરાછા પોલીસ મથકે પહોચ્યા હતા અને પોલીસ મથક બહાર જ વિરોધ પણ નોંધાવ્યો હતો. બીજી તરફ આખરે પોલીસે વિરોધ કરી રહેલા આપ પાર્ટીના કાર્યકરોની અટકાયત પણ કરી હતી.