ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડવી તાલુકના કરંજ ગામે "કિસાન સૂર્યોદય યોજના" નો કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં અનેક જિલ્લામાં ખેડૂતો સુધી દિવસે પણ વીજળી પહોંચાડવાના હેતુસર કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે માંડવીના કરંજ ગામે "કિસાન સૂર્યોદય યોજના"નો બીજા તબક્કાનો સાંસદ પ્રભુ વસાવાએ કરાવ્યો હતો.

ુિ
ુિ

By

Published : Jan 13, 2021, 2:13 PM IST

  • તાલુકાના 29 ગામના 1864 ખેડૂતોને દિવસે મળશે વીજળી
  • કાર્યક્રમમાં સાંસદ વીજ અધિકારી સાહિત ખેડૂતો રહ્યાં હાજર
  • રાત્રીના ઉજાગરા અને જંગલી પ્રાણીઓની બીકથી મળી મુક્તિ

સુરતઃ રાજ્યમાં અનેક જિલ્લામાં ખેડૂતો સુધી દિવસે પણ વીજળી પહોંચાડવાના હેતુસર કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે માંડવીના કરંજ ગામે "કિસાન સૂર્યોદય યોજના"નો બીજા તબક્કાનો સાંસદ પ્રભુ વસાવાએ કરાવ્યો હતો.

દિવસે પણ ખેડૂતોને મળશે 8 કલાક વીજળી

માંડવીના 29 ગામોને 5 ફિલ્ટરોના 1864 ખેતી વિષયક જોડાણનોને દિવસ દરમિયાન વીજ પુરવઠાનો લાભ થશે. વીજળીનું રોટેશન સવારે 5 વાગ્યાથી બપોરે 1 અને બપોરે 1 વાગ્યા થઈ રાત્રે 9 વાગ્યા સુધી આમ 8 કલાક વીજળી ખેડૂતોને મળશે.

ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતા રાત્રીના ઉજાગરા, જંગલી જનવરોની બીકથી મુક્તિ મળશે. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર તાલુકાના અને ગામના આગેવાનો, તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details