ગુજરાત

gujarat

ETV Bharat / state

વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, CCTVમાં કેદ મહિલાનો જુઓ વીડિયો - સુરતમાં અપહરણ

સુરત: વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું ઊંઘમાં અપહરણ કરી લેવામાં આવ્યું છે. જોકે બાળકીનો કોઈપણ સુરાગન મળતા તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.

વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ
વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

By

Published : Nov 27, 2019, 2:40 AM IST

આ બાળકીને લાપતા થયાના મામલે જુદી-જુદી ટીમ બનાવી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. જોકે અત્યાર સુધી બાળકીની કોઈ ખબર મળી નથી .પરંતુ એક શંકાસ્પદ મહિલા બાળકીને લઈ જઈ રહી હોય એવું CCTV ફૂટેજ સુરત રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યા છે.

વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

પરિવારના સભ્યોએ પૂજાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાત્રે 8 કલાક સુધીમાં બાળકીની કોઈ પણ ખબર ન મળતા આખરે પોલીસે અપહરણની ફરિયાદ નોંધી છે. પોલીસ મુજબ જે સ્થળેથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે, ત્યાં CCTV ન હતા. પરંતુ રેલ્વે સ્ટેશન સહિત બસ સ્ટેન્ડના આશરે 200 જેટલા CCTV ફૂટેજને જોવામાં આવ્યા છે. જોકે પોલીસે પોસ્ટરના આધારે પણ તપાસ શરૂ કરી. ત્યારે પોલીસના હાથે એક CCTV ફૂટેજ સામે આવ્યો છે. જેમાં એક શંકાસ્પદ મહિલા બાળકીને લઈ જતી જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details