ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 14 વર્ષીય કિશોરીના અપહરણ મુ્દ્દે પોલીસ સામે કરાયો વિરોધ

સુરતના વરાછા વિસ્તારમાં 8 જાન્યુઆરીએ 14 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણનું કર્યુ હતું. જેની પોલીસ ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલા કિશોરીના પરિવાર સહિત નગરજનોએ પોલીસ મથકે સામે વિરોધ કર્યો હતો. સાથે 5 દિવસમાં કિશોરીને શોધી આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

surat
surat

By

Published : Jan 25, 2020, 3:12 PM IST

સુરત: વરાછા વિસ્તારમાં આવેલા LH રોડ પર અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8મી જાન્યુઆરીના રોજ 14 વર્ષની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, કિશોરીના પરિવાર અને સમાજના આશરે 300 જેટલા લોકો વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ ઝડપી તપાસ કરવાની માગ કરી હતી.

સુરતમાં 14 વર્ષીય કિશોરીના અપહરણ મુ્દ્દે નિષ્ક્રિય પોલીસ સામે કરાયો વિરોધ

ખરક સમાજની 14 વર્ષીય કિશોરી અપહરણ મામલે આજે પરિવાર અને સમાજના લોકોએ મોટી સંખ્યામાં વરાછા પોલીસ મથક પહોંચ્યા હતાં. પરિવારે વરાછા પોલીસે સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "પોલીસ તેમની ફરિયાદ બાબતે ધ્યાન આપતી નથી. તેમજ તેમને વારંવાર ધક્કા ખવડાવે છે. એટલે પરિવારે સમાજના 300થી વધુ લોકોએ પોલીસ મથકે પહોંચી ન્યાયની કરી હતી."

પરિવાર સભ્યોએ પોલીસ સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, "આરોપી કમલેશ ભાલીયા દીકરીને ઉપાડી ગયો હતો. તે જ દિવસે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. છતાં આજદિન સુધી પોલીસ કિશોરીની શોધી શકી નથી."

ઉલ્લેખનીય છે કે, પોલીસને આરોપીના બહેનના ઘરેથી કિશોરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં હતાં. છતાં તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલાં પરિવારે 5 દિવસની અંદર કિશોરીને શોધી આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details