ગુજરાત

gujarat

ETV Bharat / state

Kidnapping in Surat: સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પિતાએ કર્યું પુત્રનું અપહરણ - સુરતમાં પિતા દ્વારા પુત્રનું અપહરણ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નશાના રવાડે ચઢેલા પુત્રનું પિતા દ્વારા અપહરણ(Father kidnaps son in Surat)કરવામાં આવ્યું છે. આ મામલે અમરોલી પોલીસે પિતા સહિત (Kidnapping in Surat)અને ત્રણ ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kidnapping in Surat: સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પિતાએ કર્યું પુત્રનું અપહરણ
Kidnapping in Surat: સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પિતાએ કર્યું પુત્રનું અપહરણ

By

Published : Apr 28, 2022, 10:23 PM IST

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ અમરદીપ સોસાયટીમાં(Father kidnaps son in Surat)રહેતા 34 વર્ષીય જગદીશ પ્રેમજી માલવિયા જેઓ દારૂના રાવડે હોવાથી તેમના 70 વર્ષીય પિતા પ્રેમજી માલવિયાએ ગત મધ્યરાત્રીએ 12:30 વાગ્યેના અરસામાં અબ્રામા રોડ ઉપર ચાલતા જીયા ચેરીટેબલ ટ્રસ્ટમાં પુત્રને મોકલવા માટે પુત્રને ઘરની બહાર બોલાવી સ્કોર્પિયોમાં આવેલા ચાર શખ્સો દ્વારા પુત્રનું અપહરણ કરી ટ્રસ્ટની ઓફિસે લઇ ગયા હતા.

આ પણ વાંચોઃશાળાની મહિલા શિક્ષિકે 17 વર્ષના છોકરાનું અપહરણ કરી કર્યા લગ્ન અને.....

પોલીસે પિતા સહિત અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી -બીજું બાજું સમગ્ર ઘટનાથી અજાણ કુટુંબના કલ્પેશ માલવિયાએ આ મામલે તાત્કાલિક અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાત્રિના સમય દરમિયાન જગદીશનો ફોન બંધ આવતા અમરોલી પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને તપાસનો દોર શરૂ કર્યો હતો. પરંતુ વહેલી સવારે જગદીશનો ફોન ચાલુ થતાં પોલીસે લોકેશનના(Surat City Police) આધારે જીયા ચેરીટેબલ ટ્રસ્ટમાં પહોંચીને જગદીશને છોડાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે પિતા સહિત અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, પુત્ર કેટલાક સમયથી દારૂના રવાડે હોવાથી પિતા દ્વારા જ આ અપરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃKidnapping In Surat: પિતા અને ભાઈ સાથે રહેવા ન ઇચ્છનારા યુવકે રચ્યો ખુદના અપહરણનો સ્ટંટ

અપહરણનો ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી -આ બાબતે અમરોલી પોલીસસ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ.વરિયાએ જણાવ્યુંકે આ મામલે હાલ પિતા સહીત અન્ય ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. એમાં એમાં અન્ય ત્રણ શખ્સો પણ પિતા સાથે જ સતત સંપર્કમાં હોય અને જેને લઈને તમામ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details