સુરત: સુરતથી વારાણસી કાપડના ટાંકા ભરી જતી ટ્રકને નેશનલ હાઇવે નં 48 પર સુરત કોસંબા પોલીસ મથકની હદમાં આવેલ પીપોદરા ગામ નજીક એક કન્ટેનરથી ટ્રકને આંતરી ટ્રક ચાલકને મારમારી બંદૂક તેમજ ચપ્પુની અણીએ અપહરણ કરી રૂપિયા 93.12 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવા ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનામાં સુરત જિલ્લા LCB પોલીસે 6 આરોપીની ધરપકડ કરી 1.8 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસે કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં રીન્કુ ઇન્ટરનેશનલ સ્કૂલની સામેથી લૂંટની ટ્રક અને તમામ આરીપીની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ:કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રક ચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા 298 બોક્ષ આર્ટ સિલ્કના સમાનની જેની કિંમત 78.92 લાખ સહિત કુલ 93.12 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે ઘટના અંગે ગંભીરતા દાખવી સુરત જિલ્લા LCB પોલીસ તપાસ કરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પીપોદરા ગામેં હાઇવે પર થયેલા અપહરણ અને લૂંટના આરીપીઓ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંત્રોલી ગામની સીમમાં રિકુ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક કડોદરાથી ગોડાદરા જતા માર્ગ ઉપર ટ્રકમાંથી લૂંટનો મુદ્દામાલ કન્ટેનર માંથી સગેવગે કરી રહ્યા છે. જેથી પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી હતી દરમિયાન ઘટના સ્થળેથી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી અને 1.8 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહત્વનું છે કે ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી સંતોષ જગદેવ ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અગાઉ સુરત શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી લૂંટ અને છેતરપીંડી પ્રોહીબીશન અને વાપી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર જેવા ગુનામાં સંડોવાયેલો છે.
ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું હતું:પકડાયેલા મુખ્ય સૂત્રધાર સંતોષ જગદેવ ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પોતાનો સાગરીત છોટેલાલ ઉર્ફે છોટુ પાંડે તથા મોહમદ સાહિલ સાથે મળી કાપડની ટ્રકની લૂટ કરવાનું નક્કી ર્ક્યું અને લૂંટ કરવા માટે માણસોની જરૂરિયાત હોવાથી પુણે શહેર ખાતેથી કાર્તિક બનકર થતા આદિલ સૌયદ તથા સાજેદ ખાનને પૈસા આપવાની લાલચ આપી હતી અને દેશી તમાચો તથા ચપ્પુ જેવા ઘાતક હત્યારો સાથે સુરત ખાતે બોલાવ્યો અને તમામ આરોપી ભેગા મળી કાપડ ભરી જતી ટ્રક આંતરી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો.