સુરત :જમ્મુમાં કટરા ખાતે વૈષ્ણોદેવી યાત્રા ધામમાં (Katra Vaishnodevi Yatra Dham ) સુરત શહેરના લગભગ 1700 લોકોને પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનને (Stop Rail Movement by Farmers in Punjab )કારણે ઘરે પરત ફરવાની તકલીફ થઈ હતી જેની જાણ થતાં સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પંજાબમાં રેલ રોકો ખેડૂત આંદોલનના
સુરતના 1700 યાત્રિકો જમ્મુના કટરા ખાતે વૈષ્ણનો દેવીના દર્શન કરવા ગયા હતા અને તેમને તા. 21-12-2021 ના રોજ પરત ફરવા માટે રેલવેમાં બુકિંગ હતું. પરંતુ પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનનાકારણે ઉત્તર ભારતના જમ્મુ એન્ડ કાશ્મીર અને પંજાબ તરફ આવતી જતી બધી ટ્રેનોને ઉત્તર રેલવે દ્વારા રદ કરવામાં આવી હતી, જેના કારણે યાત્રિકો ઘણી તકલીફમાં મુકાયા હતા. પંજાબમાં રેલ રોકો ખેડૂત આંદોલનના કારણે કટરા ખાતે યાત્રિકો ફસાતા તેમણે રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.