સુરત: શહેરમાં બનતી ઘરફોડ ચોરીની ઘટનાઓને ડામવા શહેર પોલીસ ભારે કમરકસી રહી છે. ત્યારે કતારગામ પોલીસે મળેલ માહિતીના આધારે આંબાવાડી વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરતા શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ વિપુલ વિનુભાઈ કવીઠીયા હોવાનું જણાવ્યું હતું. સુરતના કતારગામ, અડાજણ સહિત રાંદેર વિસ્તારમાં સાત જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓને આરોપી અંજામ આપી ચુક્યો હોવાની હકીકત પોલીસને જણાવી હતી.
સુરતમાં સાત ઘરફોડ ગુનાઓનો ભેદ કતારગામ પોલીસે ઉકેલ્યો - સુરત
સુરતમાં રાત્રીના સમય દરમિયાન અન્ય સાગરીતો સાથે મળી દુકાનોના શટર ઊંચા કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા આરોપીને ઝડપી પાડી સાત જેટલા ગુનાઓનો ભેદ કતારગામ પોલીસે ઉકેલ્યો છે. જેમાં 24 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં આરોપી અગાઉ પણ ઝડપાયા હોવાની હકીકત સામે આવી છે.
surat
જ્યાં પોલીસ ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના સાત જેટલા ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આ સાથે જ પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી વિપુલ અગાઉ ચોવીસ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ મથકોમાં પણ ઝડપાઇ ચૂક્યો છે. તેમજ રાત્રી દરમિયાન પોતાના અન્ય સાગરીતો સાથે મળી દુકાનોને નિશાન બનાવતો હતો. તે ઉપરાંત દુકાનોના શટર વચ્ચેથી ઊંચા કરી બાદમાં પ્રવેશ કરતો હતો. જ્યાં બાદમાં દુકાનના કાઉન્ટરમાં રહેલ રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતો હતો.