ગુજરાત

gujarat

ETV Bharat / state

Kargil Vijay Diwas 2023: જય જવાન નાગરિક સમિતિ તરફથી 24 વર્ષમાં 380 વીર શહીદ જવાનોના પરિવારને 5.78 કરોડ રૂપિયાની સહાય - 24 વર્ષમાં 380 વીર શહીદ જવાનોના પરિવાર

કારગીલ યુદ્ધ-1999 માં ગુજરાતના 12 સહીત કુલ 527 વીર જવાનોએ પ્રાણનું બલિદાન આપ્યું છે. પાકિસ્તાનને ખદડી વિજય પ્રાપ્ત થયો છે. 1999 જય જવાન નાગરિક સમિતિ શહિદ જવાનના પરિવાર માટે કાર્યરત છે. છેલ્લા 24 વર્ષથી અનેક કાર્યક્રમો સહિત જવાના પરિવારની માટે જે જવાન નાગરિક સમિતિ દ્વારા કરવામાં આવે છે. વીર જવાનોને ભાવભીન શ્રદ્ધાંજલિ આપવામાં આવતું હોય છે. શહીદોના પરિવારને સન્માનપૂર્વક આ સહાય અર્પણ કરાય છે.

kargil-vijay-diwas-2023-5-crore-78-lakh-rupees-assistance-to-the-families-of-380-brave-martyrs-from-jai-jawan-nagrik-samiti-in-24-years
kargil-vijay-diwas-2023-5-crore-78-lakh-rupees-assistance-to-the-families-of-380-brave-martyrs-from-jai-jawan-nagrik-samiti-in-24-years

By

Published : Jul 26, 2023, 3:05 PM IST

કાનજીભાઈ ભાલાળા, ટ્રસ્ટી, જય જવાન નાગરિક સમિતિ

સુરત: દેશના જવાનો સરહદ પર અખંડિત અને સાર્વભૌમત્વ માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. અનેક જવાનો દેશની રક્ષા કરતા સહિત પણ થાય છે. આવા વીર જવાનોના પરિવારને સરકાર દ્વારા નિયમ મુજબ સહાય આપવામાં આવે છે પરંતુ દેશના નાગરિકો હોવાના કારણે સમાજ પણ સામે આવે આ હેતુથી સુરતમાં કારગિલ યુદ્ધ બાદ જય જવાન નાગરિક સમિતિની શરૂઆત થઈ હતી. સુરતની જય જવાન નાગરિક સમિતિ તરફથી 24 વર્ષમાં 380 વીર શહીદ જવાનોના પરિવારને 5.78 કરોડ રૂપિયાની સહાય કરી હતી.

શહિદના પરિવારોને આર્થિક સહાય: જ્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ સમિતિ 25 વર્ષે સુધી અવિરત રીતે દેશના વીર જવાનોના પરિવારને પોતાનો પરિવાર સમજી હંમેશા સાથે રહેશે. સુરતની જય જવાન નાગરિક સમિતિ 1999થી શહીદોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય આપવામાં આવે છે. કારગીલ યુદ્ધ સમયથી આ સમિતિએ શરૂ કરેલી શહીદ પરિવાર સન્માન અને સહાયની પ્રવૃત્તિ કરી રહી છે.

દસ દિવસમાં લોકોએ 1.65 કરોડ રૂપિયા જમા કર્યા:1999 માં આ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી દેશના રક્ષણ માટે શહીદ થતા જવાનોના પરિવારને આર્થિક મદદ કરવાના નિર્ણય સાથે બેંકમાં એક એકાઉન્ટ ખોલવામાં આવ્યો હતો માત્ર દસ દિવસમાં આ બેન્ક એકાઉન્ટમાં લોકોએ 1.65 કરોડ રૂપિયા જમા કરી દીધા હતા. જેમાં રત્ન કલાકારો હીરા ઉદ્યોગના કંપનીના માલિકો સહિત વિવિધ સંસ્થાઓના લોકો સામેલ હતા.

'દેશનું રક્ષણ કરતાં અમારા વીર જવાનો શહીદ થાય તો તેમના પરિવારોને યોગ્ય સન્માન આપવાનું કાર્ય દેશના લોકોનું છે. અમે આર્થિક સહાય આપીને નાગરિક કર્તવ્ય નિભાવી રહ્યા છે. જે જવાનો વીરગતિ પામે છે તેમના પરિવારને અમે સન્માન સાથે આર્થિક સહાય કરીએ છીએ. જય જવાન નાગરિક સમિતિ તરફથી 24 વર્ષમાં 380 વીર શહીદ જવાનો ના પરિવારને 5.78 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.' -કાનજીભાઈ ભાલાળા, ટ્રસ્ટી, જય જવાન નાગરિક સમિતિ

શહીદ પરિવારના બે દીકરીઓને દત્તક લીધા:વર્ષ 2022 ના રોજ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં ભારતીય સેનાના જવાન સંતોષ યાદવ શહીદ થયા હતા. જવાન નાગરિક સમિતિ ના માધ્યમથી સુરતના જ્વેલર્સ દ્વારા શહીદ જવાન સંતોષ યાદોના બે દીકરીઓને દત્તક લેવામાં આવ્યા હતા. એક દીકરી જાનવી ધોરણ એકમાં ભણે છે જ્યારે બીજી દીકરી બાળ મંદિરમાં બનતી હતી.. સંતોષ યાદવ રાષ્ટ્રીય રાયફલ બૅટાલીયનના માં સેવા આપી રહ્યા હતા.

કોરોના કાળમાં ફરજ બજાવનાર બે બહેનોનું યોગદાન:કોરોના કાર્ડ વખતે સુરત શહેરના પુણાગામમાં આઇસોલેશન સેન્ટરમાં ફરજ બજાવતી બવાડીયા પરિવારની બે દીકરીઓ કે જેઓ બહેન છે તેઓએ પોતાના મહેનતાણાના 51 હજાર રૂપિયા જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યા હતા. જેથી તેમનું આ યોગદાન શહીદ પરિવારને મળી શકે.

શિક્ષિકા દર વર્ષે પેન્શનમાંથી યોગદાન આપે છે:સરકારી શાળાની નિવૃત્ત શિક્ષિકા ઇલાબેન છેલ્લા બાર વર્ષથી પોતાના જન્મદિન પર જય જવાન નાગરિક સમિતિને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરે છે જેથી સૈનિકના પરિવારને સહાય મળી શકે. આ રકમ તેઓ પોતાના પેન્શન માંથી આપે છે. ને હાલ તેઓ ડાંગ જિલ્લાના એક સામાજિક સંસ્થા માં કાર્યરત છે અને ત્યાંના બાળકોને અનેક પ્રવૃત્તિ કરાવે છે.

  1. Kargil Vijay Diwas: આર્મી ચીફે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કાર પ્રાપ્ત નિવૃત્ત સૈનિકો સાથે વાર્તાલાપ કર્યો
  2. Kargil Vijay Diwas 2023 : આજે 24મો કારગિલ વિજય દિવસ, આ દેશ હંમેશા એ બહાદુર જવાનોનો ઋણી રહેશે

ABOUT THE AUTHOR

...view details