સુરત:સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કામરેજ પોલીસને ગાળો આપનાર સામે પોલીસે કાર્યવાહી કરી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. ફેસબુક પર પોલીસ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કામરેજ પોલીસ મથકના પીસઆઈને પડકાર ફેંકયો હતો. સમગ્ર મામલે સુરત ગ્રામ્યના DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?:સુરત જિલ્લાના કામરેજ તાલુકામા ખોલવડ ગામે રહેતા અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુળ જૂનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના ગીર બોડી ગામના રોહિત ભાઈ રમેશ ભાઈ રૂપાપરા નામના યુવકને ગત તારીખ 31 માર્ચના રોજ તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ અનિલ માંગુકિયા નામના ઇસમે તમારા અને તમારા પરિવાર વિશે અભદ્ર લખાણ લખ્યું છે. મિત્રએ કરેલી વાતને લઈને રમેશ ભાઈએ ફેસબુક ખોલી ચેક કરતા અનિલ માંગુકિયા નામની ફેસબુક આઇડી પર અભદ્ર લખાણ સાથે તેમના અને તેમના આખા પરિવારના ફોટા અપલોડ કર્યા હતા. જેથી રોહિત ભાઈએ કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો:કામરેજ પોલીસ મથકે આવેલી ફરિયાદને લઈને પોલીસે આ ગુનાના આરોપીને નોટિસ મોકલી હતી જે નોટિસ આરોપીએ ધ્યાન પર ન લેતા પોલીસે વોટસએપ મારફતે નોટિસ મોકલી હતી. પોલીસે મોકલેલી નોટિસની અનિલ માંગુકિયાએ રિપ્લાયમાં જણાવ્યું હતું કે મારા પર 302 ની કલમ પણ ઠોકી દેજે અને આર્મ્સ એક્ટનો ગુનો પણ ઠોકી દેજે. મારા પર 37 ગુના છે એક બીજો....આવી રોજ નોટિસ આવે છે.
પોલીસની નોટિસ મળતા આરોપીએ ફરિયાદને ધમકાવ્યો:કામરેજ પોલીસનું તેડું આવતા જ આરોપી અનિલ માંગુકિયાએ ફરિયાદ રમેશ રૂપાપરાને ધમકાવાનું શરુ કર્યું હતું અને ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકી મળી આપી હતી. પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવું છું અને મારી પર 49 જેટલા ગુના નોંધાયેલા હોવાનું કહી તેના માણસોથી હુમલો કરાવીશ તેવી ધમકી આપી હતી. ફેસબુક પર પોલીસ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કામરેજ પોલીસ મથકના પીસઆઈને પડકાર ફેંકયો હતો.