ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું - usurers case in Surat

સુરતની કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ મુહિમ (usurers case in Surat) ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે જઈને પોલીસે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 8 ગુના નોંધવામાં આવ્યા છે. (Kamrej Police campaign against usurers)

હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું

By

Published : Jan 11, 2023, 6:41 PM IST

કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવામાં આવી

સુરત : કામરેજ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી રહી છે. ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા શખ્સોને ઝડપી (usurers case in Surat) જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે કામરેજ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ નવતર પ્રયોગ કર્યો હતો. કામરેજ પોલીસે જાહેર કરેલ હેલ્પલાઈન નંબરની પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કર્યું હતું. તેમજ વ્યાજખોરો કે અસમાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. કામરેજ પોલીસની કામગીરી સ્થાનિકોએ આવકારી હતી. (Kamrej Police usurers against campaign)

આ પણ વાંચોપોલીસની વ્યાજખોર-ચાઇનીઝ દોરી સામે પોલીસની લાલ આંખ

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 8 ગુના નોંધવામાં આવ્યામળતી માહિતી મુજબસરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવતા જ સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 8 ગુના નોંધવામાં આવ્યા છે. તેમજ 8 જેટલા વ્યાજખોરોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ એક પછી એક વ્યાજખોરોની અટકાયત કરવામાં આવી રહી છે. (Surat Crime News)

આ પણ વાંચોપઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી

વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગુનાખોરી ઘટે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ રાજ્યમાં વધી રહેલા વ્યાજખોરોના ત્રાસને લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ રાજ્યમાં 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરમાંથી મુક્તિ મિશન સ્વરૂપે આગળ વધાર્યું હતું. જેને લઇને હાલ સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં પોલીસ દ્વારા લોક દરબાર સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત (usury against Campaign in Surat) વડોદરામાં મકરપુરા ખાતે પોલીસે વ્યાજખોરો લઈને લોક દરબાર યોજાયો હતો. અહીં પણ વ્યાજખોરો સામે 7 અરજીઓ પોલીસને મળી હતી. સાથે જ વ્યાજખોરો (Surat police action against usurers) સામે તાત્કાલિક પગલાં લેવાશે તેવી ACPએ બાંહેધરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details