ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળપણથી મારા છોકરાને ઉછેર્યો છે તે કમલેશ તિવારીની હત્યા ન કરી શકે: મોહસીન શેખની માતા - kamlesh tiwari news update

સુરત: કમલેશ તિવારીની હત્યાકાંડમાં સુરત કનેક્શન બહાર આવતાં ગુજરાત ATS દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાંથી એક આરોપી મૌલવી છે અને મદરેસામાં બાળકોને ઇસ્લામ ધર્મનું જ્ઞાન આપે છે. આરોપ છે કે, મોહસીન શેખે અન્ય બે આરોપીઓને કમલેશની હત્યા અંગે કહ્યું હતું કે, તેની હત્યા કરવી એ વાજીબ એ કત્લ છે. સમગ્ર મામલા બાદ મોહસીનની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે, મોહસીન નમાજી છે અને આવી ઘટનાને અંજામ આપી શકે એમ નથી.

બાળપણથી મારા છોકરાને ઉછેર્યો છે જેથી તે એવું કામ નહીં કરી શકે: મોહસીન શેખની માતા

By

Published : Oct 20, 2019, 9:56 PM IST

કમલેશ તિવારી હત્યા પ્રકરણમાં સુરતના લિંબાયત પોલીસ મથક વિસ્તારમાંથી ગુજરાત ATS દ્વારા બે અને સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાંથી એક મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મૌલાના મોહસીન શેખ, ફૈઝાન અને રાશિદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. કમલેશ તિવારી હત્યાકમાં આ આરોપીઓની મુખ્ય ભૂમિકા સામે આવી હોવાનું ગુજરાત ATSની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આરોપી મૌલાના શેખ ઉમરવાડા વિસ્તારમાં જ્યાં રહે છે. ત્યાં ETV Bharat પહોંચ્યું હતું.

ETV bharat એ મૌલાના મોહસીન શેખની માતા સાથે ખાસ વાતચીત કરી હતી. મોહસીન શેખની માતા મેહરાઝ બીબીએ જણાવ્યું છે કે, 'મારા છોકરાનો ગુનો શું છે તે જાણવાનો પ્રયાસ ઘરે આવેલા પોલીસ કર્મચારીઓ પાસેથી કર્યો હતો. કારણ કે મને આ બાબતે કશી જાણ ન હતી. હત્યા મામલે મને કાઈ પણ ખ્યાલ નથી. જેથી હું આ મામલે કઇ રીતે બોલી શકુ. મારા છોકરો ફક્ત નમાઝ અદા કરી અને સાડીનું કામ કરી ઘરે આવી જતો હતો જેથી મારો છોકરો નિર્દોષ છે તે મને વિશ્વાસ છે.'

બાળપણથી મારા છોકરાને ઉછેર્યો છે જેથી તે એવું કામ નહીં કરી શકે: મોહસીન શેખની માતા

ત્યારબાદ મોહસીન શેખની માતા મેહરાઝ બીબીએ વધુમાં કહ્યું હતુ કે,' હવે નિર્ણય સરકાર અને પોલીસ પર છે. મને વિશ્વાસ છે કે સાચો ન્યાય થશે. હાલ શાળાઓમાં રજા છે તેથી મદરેસા બંધ છે અને ખાતા પર સાડી કટિંગનું કામ કરે છે. મારા છોકરા સિવાય અન્ય કોઈને પણ મેં જોયા નથી. બાળપણથી મારા છોકરાને ઉછેર્યો છે જેથી તે એવું કામ નહીં કરી શકે. મારો છોકરો નિર્દોષ રીતે મુક્ત થશે. કોર્ટ પર મને પૂરો વિશ્વસ છે. જો કે હાલ આરોપી મોહસીન ની માતા પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો કરી રહી છે સને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો રાખી બેઠી છે કે તેમના પુત્રના કેસમાં તઠસ્થ તપાસ થાય.ટ

ABOUT THE AUTHOR

...view details