સુરત ગ્રામ્ય એલસીબી ટીમને હત્યારા સુધી પહોંચવામાં સીસીટીવીનું પગેરું કામ લાગ્યું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે યુવકની હત્યા (Kholvad Youth Murder Case )થયાના મામલામાં પૈસાની લાલચે મિત્રએ હત્યા કરી હોવાનું બહાર (Friend Killed Friend For Money) આવ્યું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી ગત તારીખ 13/12/22 ના રોજ હત્યા કરેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસ મૃતદેહનો કબજો લઇને તપાસ હાથ ધરતા મૃતક યુવકની ઓળખ થઈ હતી. યુવકનું નામ રાહુલ તિવારી અને તે મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળ પરથી પોલીસને પૂજાવિધિનો સામાન મળી આવ્યો હતો. સામાન કબજે કરી કામરેજ પોલીસે અજાણ્યા હત્યારા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો કાગડાપીઠમાં થયેલી હત્યાનો ચોંકાવનારો ખુલાસો, મિત્રની હત્યા માટે અપાઈ સોપારી
સીસીટીવીથી પગેરું મળ્યુંકામરેજ પોલીસ (Kamjej Police Solved Murder Case )સહિત સુરત ગ્રામ્ય એલસીબી ટીમના માણસોએ હત્યારા સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ (CCTV Clue )તેમજ બાતમીદારોને કામે લગાડી દીધા હતાં. તપાસ દરમિયાન મરણ જનાર યુવક (Kholvad Youth Murder Case )તેમજ અન્ય એક ઇસમ સાથે હોવાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતાં.
આ પણ વાંચો દોસ્ત દોસ્ત ના રહાઃ પૈસાની આપ-લેમાં મિત્રએ હત્યા કરતા ગુજરાત પોલીસ UP દોડી
પૈસાની લાલચે મિત્રે જ મિત્રની હત્યા કરીકામરેજ પોલીસ (Kamjej Police Solved Murder Case ) ગણતરીની કલાકોમાં સાથી યુવકની અટક કરી કડક પૂછપરછ કરતા સાથી યુવકે મૃતક રાહુલ તિવારીની હત્યા (Kholvad Youth Murder Case )કરી હોવાનું કબલ્યું હતું. આરોપી મિત્રે રાહુલના પૈસા પડાવી લેવા માટે (Friend Killed Friend For Money) પ્લાન બનાવી ખેતરમાં લઇ જઇ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું કબલ્યું હતું.