સુરત જૈન ધર્મ માટે ઉત્કૃષ્ટ ધર્મ પર્વ એટલે પર્યુષણ. આ પર્વનો મહિમા જૈન ધર્મમાં (Paryushan 2022)ઘણો છે. આ પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે જિનાલયમાં ભગવાનને રિયલ ડાયમંડ અને સોના-ચાંદીના વરખથી શૃંગાર કરવામાં આવ્યા છે. વિદેશથી પણ મંગાવવામાં આવેલા ફૂલોથી જિનાલયને સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે કલ્પસૂત્રમાં (kalpsutra ni rachna )પ્રભુ મહાવીરના જન્મનુ વાંચન થશે તે સમયે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નએ દિવસે ઝુલાવામાં આવે છે.
ચૌદ સ્વપ્નને પણ યાદ કરવામાં આવેપ્રભુ મહાવીરના માતાને આવતા ચૌદ સ્વપ્નનુ જિનશાસનમાં ખૂબ માહાત્મ્ય છે. મહાવીર જન્મ વાંચન પ્રસંગે આપણે પ્રભુ મહાવીરના હાલરડા સાથે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નને પણ યાદ કરવામાં આવે છે. પર્યુષણ મહાપર્વના(occasion of paryushan festival 2022)પાંચમાં દિવસે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના જન્મનુ વાંચન થશે તે સમયે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નએ દિવસે ઝુલાવામાં આવે છે.
આ પણ વાંંચોપર્યુષણ પર્વમાં કલ્પસુત્ર ગ્રંથ સાંભળવાથી મોક્ષનું સુખ થાય છે પ્રાપ્ત
14 વસ્તુઓ સ્વપ્નમાં આવીપાલ ખાતે જગવલ્લભ સોમચિંતામણી જૈન સંધમા ત્રીશલા માતાને જે ચૌદ સ્વપ્ન આવ્યા હતા તે સ્વપ્નો આ જે સંઘમાં હર્ષો ઉલ્લાસ સાથે 14 સુપન, પારણુ તથા આઠ અષ્ટમંગલના નયચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન મુનિરાજ સુમતિચંદ્ર સાગરજી મુનિરાજ શીતલચંદ્ર સાગરજી નિશ્રામાં વધામણાં કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહાવીર સ્વામીના જન્મ પહેલા તેમના માતા ત્રિશલાને હાથી, બળદ, સિંહ, લક્ષ્મીજી, ફૂલોનો હાર, ચંદ્ર, સૂર્ય, સોનાની દંડી પર લહેરાતો ધ્વજ, સોનાનો ઘડો, કમળોનું તળાવ, દરિયો, આકાશી વિમાન, જવેરાતોનો ઢગલો અને આગ આ 14 વસ્તુઓ સ્વપ્નમાં આવી હતી. જેને બાળ મહાવીર સ્વામીના પારણાની આસપાસ મૂકવામાં મૂકવામાં આવે છે.
આ પણ વાંંચોકચ્છમાં યોજાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ, પર્યુષણ મહાપર્વ પર લાખો લોકો કરશે સાધના
જિનાલયમાં દર્શન માટે ભારે ભીડશ્રાવણ માસના છેલ્લા ચાર અને ભાદરવાના પહેલા ચાર એમ આઠ દિવસ સલગ્ન ધર્મરાધના આ મહાન પર્વને લઈ ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. સુરત શહેરના જિનાલયોમાં ભગવાનની આકર્ષણ આંગી કરવામાં આવે છે. આ દિવસોમાં આંગી થયા બાદ જિનાલયમાં દર્શન માટે ભારે ભીડ પણ જોવા મળે છે. સોના અને ચાંદીના વરખથી મંદિરની સજાવટ કરવામાં આવે છે. ભગવાનની પ્રતિમાને સોનાને ચાંદીના વરખથી સજાવામાં આવે છે જેને કલાકો લાગી જાય છે.પ્રભુ મહાવીરને રેશમ, વરખ, બરાસ, ગોલ્ડન-સિલ્વર બાદલો, ચડાવવામાં આવ્યો છે.