- કડોદરા પોલીસે ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા
- ત્રણેયને અલગ- અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા
- કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કરવામાં આવી કાર્યવાહી
સુરતઃ જિલ્લામાં બારડોલીના કડોદરા પોલીસ મથક વિસ્તારના ત્રણ માથાભારે બુટલેગરોને પાસા હેઠળ અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરના આદેશ બાદ ત્રણેયની અટક કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકોના જાનમાલની રક્ષા તેમજ જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા માટે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર સમક્ષ પાસા માટે દરખાસ્ત કરવામાં આવી હતી
જેના ભાગ રૂપે લિસ્ટેડ બુટલેગર અને માથાભારે ઈસમ ભરત દેવરાજ મિશ્રા, ઠાકોર દિનેશ રાઠોડ અને કેવલ હિરેન દેસાઈને પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. જે દરખાસ્ત પર કલેક્ટરે ત્રણેયને પાસા હેઠળ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
ભરત નામનો બુટલેગર રાયોટિંગ અને દારૂના ગુનામાં પકડાયો હતો
ભરત ગત તા. 22/04ના રોજ કડોદરા સત્યમ નગર ખાતે તેના સાગરીતો સાથે મળીને રાયોટિંગના ગુનામાં તથા 2018માં દારૂના ગુનામાં ધરપકડ થતા તેને ક્રુર વ્યક્તિ અને સમાજ માટે ભયજનક વ્યક્તિ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યો હતો.