સુરત:જુનિયર કલાર્કનું પેપર ફૂટવાનો મામલો રાજ્યભરમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. પેપર લીક થતાની સાથે જ હવે વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પેપર લીક થતા જ રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓનો વિરોધ જોવા મળ્યો હતો. કારણ કે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા અને પરીક્ષા કેન્દ્ર પર જઈને પેપર લીક થયું છે તેવું સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું હતું. એટીએસ પોલીસ દ્વારા પેપર લીક મામલે વડોદરાથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક આરોપી સુરતનો છે જે ઈચ્છાપુર વિસ્તારમાં રહે છે. હાલ પોલીસ દ્વારા તેમના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા પૂછપરછ:સૂત્રો માહિતી અનુસાર આરોપી નરેશ મોહંતી જે સુરત શહેરના હજીરારોડ ઉપર આવેલ ઈચ્છાપુર ગામમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહે છે. તે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે નોકરી પણ કરે છે. ઘણા સમયથી તે ઘરે પણ આવ્યો નથી. જોકે જયારે જુનિયર કલાર્કનું પેપર લીક થયું છે. એમાં નરેશ મોહંતીની મહત્વની ભૂમિકા હોઈ શકે છે. જોકે આ પેપર લીકનો મુખ્ય સૂત્રધાર આરોપી ઓરિસ્સાનો છે અને નરેશ મોહંતી પણ ઓરિસ્સાનો જ છે. હાલ તો મામલે પોલીસ દ્વારા નરેશના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોJunior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ