શહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજ સસંઘ ચાતુર્માસ કરી રહ્યાં છે. તેમની નિશ્રામાં 431 જેટલી દીક્ષાઓ થઈ ગઈ છે. બીજી 11 જેટલી દીક્ષાઓ આપવાના છે. જેથી તેમની દીક્ષાની સંખ્યા 442 સુધી પહોંચી જશે. શુક્રવારે ત્રિકમનગર જૈન સંઘમાં રહેતા અને રાજસ્થાનના શિરોહીના વતની પ્રકાશભાઈ જૈન અને પુષ્પાબેનના પુત્ર કામેશ અને અમદાવાદના જિનેશ પરીખની ફરારીમાં શોભાયાત્રા નીકળી હતી. શાલીગ્રામ એપાર્ટમેન્ટથી નીકળેલી આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ઉપાશ્રયે પહોંચી હતી. જ્યાં દીક્ષાર્થીઓ અમર રહો ના નારા લાગાવ્યા હતાં.
9મી ઓગસ્ટના રોજ સુરત ખાતે મુમુક્ષુ જીનેશ આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેશે.આચાર્યના આત્મકલ્યાણ શિબિરમાં ભાગ લીધા બાદ જીનેશ એ દીક્ષા લેવા માંગ કરી હતી. જીનેશના દીક્ષા લીધા બાદ પાંચ વર્ષ પછી પરિવાર સાથે માતા-પિતા અને નાની બહેન પણ દીક્ષા લેશે. અત્યાર સુધીમાં જીગ્નેશના પરિવારમાં નજીકના પાંચ જણાએ દીક્ષા લીધી છે.