સુરત : સુરત શહેરમાં જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરીએ (Jharkhand Jain community protest in Surat) હલ્લાબોલ કર્યો હતો. કારણ કે, સરકારે જૈન સમાજ માટેનું તીર્થ સ્થળ પૈકી એક સ્થળ જે ઝારખંડમાં આવેલું છે. તેને સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી જૈન સમાજના લોકોમાં આ નિર્ણયથી નારાજ જોવા મળી રહી છે. જેને લઈને જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. (Jharkhand Jain community Pilgrimage)
આ પણ વાંચોજૈન મંદિરમાં હુમલા વિરોધમાં ડીસામાં રેલી,નાયબ કલેકટરને આવેદનપત્ર
જૈન સમાજનું પવિત્ર સ્થળઆ બાબતે મહેન્દ્ર જૈને જણાવ્યું કે, દેશમાં અલગ અલગ સ્થળોએ જૈન સમાજના પવિત્ર સ્થળો આવ્યા છે. એમાં ઝારખંડમાં આવેલું સંમિત શિખર જૈન ધર્મ માટેનું પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાનનું જૈન ધર્મ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. પવિત્ર તીર્થ સ્થળ માત્ર જૈન સમાજ માટે નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ ત્યાં જતા હોય છે. આ સ્થળ ખૂબ શાંત અને સુંદર હોવાથી સરકાર દ્વારા આ તીર્થ સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. (Petition by Jain community Surat Collector)
આ પણ વાંચોનવસારીના જૈનોએ દર્શાવ્યો આવો વિરોધ, પાલીતાણામાં જૈન મુનિઓ પર અત્યાચાર સામે આક્રોશ
નિર્ણયથી સમાજની લાગણી દુભાયવધુમાં જણાવ્યું કે, જેને લઈને આજરોજ દેશના ખૂણે ખૂણે જ્યાં જ્યાં જૈન સમાજ છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અમારી સરકારને અપીલ છે કે તમે તમારા આ નિર્ણયને ઝડપથી પાછા લઈ લો. આ નિર્ણયથી જૈન સમાજની લાગણી દુભાય છે.(Jain community Pilgrimage Tourist destination)