ગુજરાત

gujarat

ETV Bharat / state

એક વર્ષ થી બેરોજગાર રત્નકલાકારનો આપઘાત - રત્નકલાકારનો આપઘાત

સુરત : ડાયમંડ સિટી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ એક વર્ષથી બેરોજગાર હોવાથી આત્મહત્યા કરી લીધી હતી.

etv bharat surat

By

Published : Oct 18, 2019, 10:15 PM IST

સુરતના પૂનાગામ સ્થિત અર્જુન નગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે આપઘાત કર્યો છે. દુઃખદ પ્રસંગમાં ગયેલી પત્ની પોતાની બે દિકરી અને દિકરા સાથે ઘરે પરત ફરીને જોયુ ત્યારે રત્નકલાકાર રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પુના પોલીસ ના જણાવ્યા મુજબ પચાસ વર્ષીય મગનભાઈ ઠાકરસિંહ ભાઈ દુધાત નામના રત્ન કલાકારે આપઘાત કર્યો છે.

તેઓ છેલ્લા એક વર્ષથી બેરોજગાર હતા.મગનભાઈએ બપોરના એક વાગ્યા આસપાસ આપઘાત કર્યો હતો. જોકે મગનભાઈના મોતના ચોક્કસ કારણને જાણવા પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે દીકરીઓ સિલાઈ નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે 13 વર્ષીય ભાઈનો અભ્યાસ પણ બહેનોની કમાણીમાંથી કાઢવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details