Surat News : જયા પાર્વતી વ્રતમાં પીઓ ખાસ બ્રેઇન ટોનિક કેસર મસાલા દૂધ સુરત : અલુણા વ્રતને જયા પાર્વતી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે 1 જુલાઈ 2023 એટલે શનિવારના રોજથી આ વ્રતની શરૂઆત થશે. જે 5 જુલાઇના રોજ પૂર્ણ થશે. માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું. આ વ્રતને લઈ સુરતમાં પણ કુમારીકાઓ અને મહિલાઓ ખૂબ ઉત્સાહ છે. ખાસ કરીને આ વ્રતના સમયે વ્રત રાખનાર કુમારીકાઓ અને મહિલાઓ ડ્રાયફ્રુટ વધારે ગ્રહણ કરતી હોય છે. આ વખતે ડ્રાયફ્રુટની કિંમતમાં કોઈપણ પ્રકારનો વધારો નથી.
ખાસ મસાલા પાવડર :આ વ્રતને ધ્યાનમાં રાખી સુરત શહેરના 150 વર્ષ જૂના ડ્રાયફ્રુટના વ્યવસાય સાથે સંકળાયેલ પેઢીએ ખાસ 25 પ્રકારના કાજુ અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન બદામ સહિત અન્ય ડ્રાયફ્રૂટ્સ મંગાવ્યું છે. એટલું જ નહીં એક ખાસ મસાલા પાવડર તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર પાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ છે. આ મસાલા પાવડરના કારણે વ્રત રાખનાર મહિલાઓ અને કુમારિકાઓનું સ્વાસ્થ્ય સારું રહેશે અને કમજોરી થતી નથી. આ મસાલા પાવડરમાં કાજુ, બદામ, પિસ્તા, એલચી અને કેસરનો સમાવેશ છે.
બ્રેઇન ટોનિક કેસર મિલ્ક પાવડર અલુણા વ્રત જ્યારે છોકરીઓ રાખે ત્યારે તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ખાસ બ્રેઇન ટોનિક કેસર મિલ્ક પાવડર તૈયાર કર્યું છે. મસાલા પાવડર કાજુ, બદામ, પીસ્તા, એલચી અને કેસર નાખીને તૈયાર કર્યું છે. તે જેને દૂધની સાથે લઈ શકાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને વ્રતમાં પણ લાભ થશે.-- ભરત ગાંધી (ડ્રાયફ્રુટ વેપારી)
ડ્રાયફ્રુટ્સમાં વિવિધતા : આમ તો ડ્રાયફ્રુટ્સ મુંબઈથી આવે છે. ખાસ ગોવાના કાજુ, અફઘાની અંજીર, ઈરાની પિસ્તા સહિત અલગ અલગ દેશની વિવિધ વેરાઈટી આ વખતે અલુણા પર જોવા મળશે. કાજૂમાં 20-25 પ્રકારની વેરાયટીઓ છે. જ્યારે અંજીરમાં ઈરાની, પાકિસ્તાની અને અફઘાની વેરાઈટી છે. બદામમાં અમેરિકન, ઓસ્ટ્રેલિયન બે પ્રકાર છે.
ડ્રાયફ્રુટ્સના ભાવ :વેપારીના જણાવ્યા અનુસાર આ વખતે કિંમત ગતવર્ષ જેટલી જ છે. કાજુ 550 રૂપિયાથી શરૂ થઈ 1100 રૂપિયા પ્રતિ કિલો છે. અંજીર 1200 રૂપિયા પ્રતિ કિલોથી લઇને 2,000 સુધી છે. બદામની કિંમત પણ 500 રૂપિયાથી લઈ 800 રૂપિયા પ્રતિકિલો સુધી છે.
- Gauri Vrat 2023 : વડોદરામાં ગૌરી વ્રતને લઈને કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ દિકરીઓએ હિન્દૂ દીકરીઓને મૂકી મહેંદી
- Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા