સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના સાત જેટલા પોઝીટીવ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી છે. કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થઇ રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિતામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ સામે એકસાથે લડવા દેશના વડાપ્રધાન મોદીએ આવતીકાલે જનતા કરફ્યુમાં સહભાગી થવા તમામ દેશવાસીઓને અપીલ કરી છે. જ્યાં સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સુરત હીરા ટ્રેડિંગ બજાર બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. આવતીકાલે હીરા યુનિટો પણ સદંતર બંધ રાખવામાં આવશે.
જનતા કર્ફ્યૂ : આજથી સુરત હીરા ટ્રેડિંગ બજાર બે દિવસ માટે બંધ રખાયું
ગુજરાતમાં કોરોના વાયરસના સાત જેટલા પોઝીટીવ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી છે. કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થઇ રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિતામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ સામે એકસાથે લડવા દેશના વડાપ્રધાન મોદીએ આવતીકાલે જનતા કરફ્યુમાં સહભાગી થવા તમામ દેશવાસીઓને અપીલ કરી છે.
વડાપ્રધાનની અપીલ બાદ સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈ આજથી બે દિવસ માટે હીરાના ટ્રેડિંગ બજારના સંચાલકોએ જાતે સ્વયંભૂ બંધ પાળ્યો છે. હીરા ઉદ્યોગ સાથે રત્ન-કલાકારો સહિત આઠથી દસ લાખ લોકો સંકળાયેલા છે. આ સાથે જ પાંચ લાખ રત્ન કલાકારો રોજગારી મેળવે છે, ત્યારે આવતીકાલે સુરતના હીરા બજારમાં આવેલા આશરે ત્રણ હજાર જેટલા નાના - મોટા હીરા કારખાનાઓ આવતીકાલે જનતા કર્ફ્યુમાં સહભાગી બની બંધ પાળવાના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હીરા બજારમાં આવેલા હીરા કારખાનાઓ માં મોટી સંખ્યામાં રત્ન -કલાકારો કામ કરે છે.