સુરત:સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશી રાજકારણને સેવાનું માધ્યમ બનાવનારા ઉર્વશીબહેન નીરવ પટેલ અડાજણ પાલના વોર્ડ નં 10ના કોર્પોરેટર છે. તેમની મહિલા ટીમ દ્વારા 'પસ્તીદાન, પેડદાન'થી સામાજિક અભિયાન શરૂ(Jan Aushadhi Day)કરી પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
જનઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર
કોર્પોરેટર ઉર્વશીબહેન પટેલ સાથેસંવાદકરી વડાપ્રધાનએ(Prime Minister Dialogue) તેમને સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલી લો છો એવું જણાવતાં પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ઉર્વશીબહેને વડાપ્રધાનએસાથે વાર્તાલાપ દરમિયાન સુરતમાં જનઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર અને જન ઔષધિ કેન્દ્રમાંથી(Jan Aushadhi Day) ઓછા ખર્ચે સેનેટરી પેડ્સ ખરીદી જરૂરિયાતમંદ બાળાઓને વિનામૂલ્યે અર્પણ કરવાની તેમના અભિયાનનું વર્ણન કર્યું હતું.