ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશમાં મંદી વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો - જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ

સુરતઃ દેશભરમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેની અસર ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના એક્સપોર્ટમાં 200 ટકાનો ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ચાઈનામાંથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે.

ફાઈલ ફોટો

By

Published : Sep 19, 2019, 1:28 PM IST

એક્સપોર્ટમાં 200 ટકાના વધારાથી હવે અમેરિકન વ્યાપારી ગુજરાત પાસેથી જેમ્સ એન્ડ જ્વેલરીમાં વધુ રુચિ દર્શાવી રહયા છે. જેનુ મુખ્ય કારણ ચીન ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી છે. જેના કારણે તેની કરન્સીનો ગ્રાફ નીચે ઊતરતો જોવા મળે છે. છેલ્લા કેટલાક મહિનામાં આ કારણોસર ગુજરાત માંથી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો નોંધાયો છે.

દેશમાં મંદી વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અન્ય દેશો ચાઈના અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે હવે ભારત પાસેથી જ્વેલરી એક્સપોર્ટ કરી રહ્યા છે. જેથી MSME ઉદ્યોગોમાં તેજી જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો, હાલ છ જેટલા નવા નાના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ શરૂ થયા છે.

ABOUT THE AUTHOR

...view details