ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Accident: મહારાજ સાહેબના અંતિમ દર્શને જતાં જૈન સાધ્વી કાળધર્મ પામ્યાં, સુરત સિટી બસે મારી ટક્કર

સુરતમાં સિટી બસની અડફેટે આવતાં જૈન સાધ્વી કાળધર્મ પામ્યાં છે. તેઓ મહારાજ સાહેબના દર્શનાર્થે અહીં આવી રહ્યાં હતાં. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો.

Surat Accident: મહારાજ સાહેબના અંતિમ દર્શને જતાં જૈન સાધ્વી કાળધર્મ પામ્યાં, સુરત સિટી બસે મારી ટક્કર
Surat Accident: મહારાજ સાહેબના અંતિમ દર્શને જતાં જૈન સાધ્વી કાળધર્મ પામ્યાં, સુરત સિટી બસે મારી ટક્કર

By

Published : Feb 20, 2023, 6:45 PM IST

સુરતઃશહેરમાં પૂરઝડપે ચાલતી સિટી બસની અનેક ફરિયાદ છે. તેવામાં હવે આ સિટી બસે ફરી વખત ભોગ લીધો છે. આ વખતે બેફામ દોડતી સિટી બસના કારણે જૈન સાધ્વી અકસ્માતમાં કાળધર્મ પામ્યાં છે. જૈન સાધ્વી પોતાના મહારાજ સાહેબના અંતિમ દર્શને આવી રહ્યાં હતાં. તે દરમિયાન સિટી બસ તેમની પર ફરી વળી હતી. તેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ પણ વાંચોઃMahipatsinh Jadeja passes away : ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાનું નિધન થતાં વિસ્તારમાં શોકનો માહોલ

બસે જૈન સાધ્વીને અડફેટે લીધાંઃ શહેરમાં ઘણી વખત બેફામ સિટી બસે લોકોનો ભોગ લીધો છે. કેટલાક લોકોનું કરુણ મોત પણ નીપજ્યું છે. તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે હવે જૈન સાધ્વીએ સિટી બસના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. 90 વર્ષીય પદમ્યશા શ્રીજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખી યાત્રાના સુરતના અડાજણ લવકુશ એપાર્ટમેન્ટ મકનજી પાર્કની પાસેથી નીકળી હતી. મહારાજ સાહેબનાં અંતિમ દર્શન કરવાં રત્નાપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ ગોપીપુરાના લીમડા ઉપાશ્રયથી આવી રહ્યાં હતાં. તે દરમિયાન મકાઈ પુલના સર્કલ પાસે બસ સાથે અકસ્માત થતાં સિટી બસે જૈન સાધ્વીને અડફેટે લીધાં હતાં. તેના કારણે તેઓ ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં.

બેફામ બસ ચલાવતા ચાલકો સામે રોષઃ કાળધર્મ પામનારાં જૈન સાધ્વી રત્નાપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ 72 વર્ષનાં હતાં અને દીક્ષા પર્યાય 58 વર્ષ એટલે 58 વર્ષથી દીક્ષા જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. અગાઉ પણ અનેક ઘટના સામે આવી ચૂકી છે, જેમાં વિહાર કરવા નીકળેલા જૈન સાધુ-સાધ્વી, ભગવંતો અકસ્માતના ભોગ બની ચૂક્યા છે. અગાઉ પણ શહેરીજનો જે રીતે સિટી બસ ચાલક બેફામ રીતે રોડ પર બસ હાંકે છે તે અંગે રોષ દર્શાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન

પાલખી યાત્રાના દર્શન કરવા માટે આવી રહ્યા હતાઃપદમ્યશા શ્રીજી મ.સા.ની ઉંમર 90 વર્ષની હતી અને તેમને દીક્ષા પર્યાય 61 વર્ષ થયાં હતાં. મહાવદ 14ને સોમવારેના રોજ રાત્રે 3.30 કલાકે તેઓ કાળધર્મ પામ્યાં હતાં. અડાજણ લવ કુશ એપાર્ટમેન્ટ, મકનજી પાર્ક નીબાજુમાં, જય અંબે રોડ, મક્કાઈ પુલ પાસેથી પાલખી યાત્રા નીકળી હતી, જે પાલખી યાત્રાના દર્શન કરવા રત્નપૂર્ણા શ્રીજી મ.સા. દર્શન કરવા આવી રહ્યાં હતાં, પરંતુ તેમને પણ રસ્તામાં અકસ્માત નડતાં તેઓ પણ કાળધર્મ પામ્યાં હતાં. તો આ અંગે અઠવાલાઈન્સ પોલીસ મથકના પીએસઓ રમેશભાઈએ જણાવ્યું હતું કે, પોલીસ મથકે ડ્રાઈવરચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details