સુરતપિતાની બીજી વરસીના દિવસે પૂજા વિધિ કરી રહેલા જાદવ વરદ વૈભવએ NEET 2022માં સમગ્ર ભારતમાં EWS કેટેગરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તે જાણકારી મળતા જ તે ભાવુક થઈ (NEET Exam Result 2022)ગયો હતો. વરદ મુળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો છે. પરંતુ નીટની પરીક્ષાની તૈયારી કરવા માટે તેને બે વર્ષ સુધી સુરતમાં કોચિંગ લીધું છે અને તેની મહેનત સફળ થઈ છે. તેણે જનરલ કેટેગરીમાં પણ આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 75 રેન્ક( NEET Exam Result All India )મેળવ્યો છે.
EWS કેટેગરીમાં બીજો રેન્કNEET 2022નું પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના જાદવ વરદ વૈભવ ભારતમાં EWS કેટેગરીમાં બીજો રેન્ક પ્રાપ્ત (Second rank in EWS category )કરી સુરતનું નામ રોશન કર્યું છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ NEET મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના જાદવ વરદ વૈભવ 700 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં EWS કેટેગરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.