ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા - gujrat in corona

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ રેલવે વિભાગ ટ્રેનોમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

સુરતમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવશે
સુરતમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવશે

By

Published : Apr 10, 2020, 3:37 PM IST

સુરતઃ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ રેલવે વીભાગ ટ્રેનોમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરી રહ્યું છે. અમદાવાદ, વડોદરા બાદ હવે સુરત રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

ટ્રેનના એક કોચમાં આઠ દર્દીઓ અને એક મેડિકલ સ્ટાફની જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાં પણ શહેર અથવા રાજ્યમાં આઇસોલેશન વોર્ડની તાત્કાલિક જરૂરિયાત ઉભી પડશે, ત્યાં આ કોવિડ - 19 ટ્રેન મોકલવામાં આવશે.

સુરતમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવશે

એટલું જ નહીં હાલ આ ટ્રેનમાં વેન્ટિલેટર નથી મૂકવામાં આવ્યા, પરંતુ આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે રેલવે વિભાગ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details