પાકિસ્તાન સાયરબર ટેરરિઝમનો સહારો લઈ રહ્યું છે સુરતપાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIની નવી (Pakistan spy agency ISI) અવળચંડાઈ સામે આવી છે. હવે આ એજન્સી ડાર્કનેટના માધ્યમથી ભારતના જ લોકો દ્વારા ભારતીય સેનાની જાણકારી મેળવી (Sensitive Information of Indian Army) રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા આઈએસઆઈ એજન્ટ ને આર્મી વિશે જાણકારી આપનાર દીપક સાલુંકે (ISI Agent Deepak Salunkhe) નામના આરોપીની ધરપકડ કરી છે.
પાકિસ્તાની બેન્ક સાથે ટ્રાન્ઝેક્શન કર્યું આરોપીની તપાસમાં જાણવા (ISI Agent Deepak Salunkhe) મળ્યું હતું કે, તેણે આપેલી જાણકારી માટે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી પાકિસ્તાની એજન્ટે પૈસા પહોંચાડ્યા હતા. પાકિસ્તાની બેન્કથી પણ દિપકને ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાની એજન્સી (Pakistan spy agency ISI) માટે કામ કરનારા નૂર ફાતીમા અંગે પણ પોલીસને (Surat Crime Branch) ઘણી જાણકારીઓ મળી છે.
પાકિસ્તાન સાયબર ટેરરિઝમના સહારેભારતીય સેનાની જાણકારી મેળવવા માટે હવે પાકિસ્તાન સાયબર ટેરીરિઝમને (ISI pakistan takes support of cyber terrorism) માધ્યમ બનાવી રહ્યો છે. આ માટે જાણકારી આપનારા લોકોને હવાલાથી નહીં, પરંતુ ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી પૈસા પહોંચાડી રહ્યો છે. જ્યારે સુરત ક્રાઈમબ્રાન્ચે (Surat Crime Branch) દિપક સાલુંકેને (ISI Agent Deepak Salunkhe) આઈએસઆઈ એજન્ટ હમીદને જાણકારી આપવા બદલ ધરપકડ કરી ત્યારે આ ચોકાવનારો ખૂલાસો થયો છે.
આરોપી આર્મીની ગુપ્ત માહિતી કરતો હતો શેરઆરોપી કુખ્યાત ISI એજન્ટી દિપક સાલુંકેએ પોતાના ફેસબુક મેસેન્જર દ્વારા તથા વોટ્સઅપના માધ્યમથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના હમીદના સંપર્કમાં રહેતો હતો. ત્યારબાદ ભારતીય સીમકાર્ડ મેળવી આપવા તેમ જ ભારતીય આર્મીની ઈન્ફર્નટરી રેજિમેન્ટ આર્ટિલરી તથા બ્રિગેડની માહિતી અને ભારતીય સેનાના વાહનોની મુવમેન્ટ અંગેની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી (ISI Agent Deepak Salunkhe) મેળવી વોટ્સઅપ મેસેજ અને કોલિંગથી શેર કરી હતી. સુરત પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાની બેન્ક એકાઉન્ટથી પણ આરોપી દિપકને આ માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
કોણ છે નૂર ફાતિમાસુરતનો દિપક સાલુંકે BSF જવાન તરીકેની આઈડી ઊભી કરી એમાં ફસાયો હતો. દિપકની પાકિસ્તાની એજન્ટ સાથેના ઓનલાઈન સંપર્કો નુર ફાતીમા વહાબના કારણે બહાર આવ્યા છે. દિપકને જે રૂપિયા મળ્યા એમાં આ નૂરનું પણ એકાઉન્ટ છે. આર્મીના હાથે ઝડપાયેલી નૂરની તપાસમાં જ આ દિપકનો ભાંડો ફૂટ્યો હતો. આર્મી ઈન્ટેલિજન્સના ઇનપુટ પર વર્કઆઉટ કરી સુરત ક્રાઈમબ્રાન્ચ (Surat Crime Branch) અને SOGએ આખા ખેલનો પર્દાપાશ કર્યો હતો.
હનીટ્રેપમાં ફસાવી માહિતી મેળવતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નૂર ફાતિમા મૂળ બિહારની વતની છે. તે લાંબા સમયથી રાજસ્થાન સ્થાયી થઈ છે. પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ (Pakistan spy agency ISI) માટે કામ કરતા એજન્ટ હમીદ દ્વારા આ નૂરને જાસામાં લેવામાં આવી હતી. ISI દ્વારા રાજસ્થાન અને પંજાબ જેવા બોર્ડર સ્ટેટમાં ફરજ બજાવતા લશ્કરી અર્ધલશ્કરી દળોના જવાનોને ફસાવવા માટે ઓનલાઇન હનીટ્રેપમાં ફસાવી સેના અંગે માહિતી મેળવ્યા બાદ તેમને પૈસા આપવા માટે આ નૂરનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આર્મી ઈન્ટેલિજન્સના રડારમાં આવી નૂર નૂરના બેન્ક એકાઉન્ટથી નાણા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવતા હતા .આ નૂર આર્મી ઈન્ટેલિજન્સની રડારમાં આવી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નૂરના વૉલેટ અને એકાઉન્ટમાંથી દિપકના બેન્ક એકાઉન્ટમાં 6 વખત નાણા ટ્રાન્સફર થયા છે.પાકિસ્તાનના શહેર કરાંચીની બેંક અલફલાહ ઈસ્લામિક બેંકના ખાતા ધારક અલીક્યુમ ખાને 8 નવેમ્બરે પૈસા ટ્રાન્સફર કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
અગાઉ હવાલા માધ્યમથી મની લોન્ડરિંગ કરાતું હતુંગુજરાતના સાયબર એક્સપર્ટ (Cyber Expert on Cyber Terrorism) સ્નેહલ વકીલનાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે ક્રિપ્ટોકરન્સી નહોતી અને ઇન્ટરનેટનો વપરાશ પણ ઓછો હતો ,ત્યારે આજ સમગ્ર ગતિવિધિ કરવા માટે હવાલા માધ્યમથી મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું. હાલ સ્થિતિ બદલાઈ છે અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. ભારતની વાત કરીએ તો, આવે તો ક્રિપ્ટોકરન્સી માટે કોઈ ઠોસ કાયદો નથી. આ એક પેયર ટૂ પેયર સિસ્ટમ છે, જેના મધ્યમમાં કોઈ હોતું નથી.
બ્રાઉઝરના માધ્યમથી આ ડાર્કનેટમાં પ્રવેશ મેળવી શકાયતેમણે વધુમાં (Cyber Expert on Cyber Terrorism) જણાવ્યું હતું કે, ડાર્ક નેટ એટલે જે પણ જાણકારી હોય છે. ગૂગલ અથવા તો કોઈ પણ સર્ચ એન્જિનના ડેટા બેઝમાં નથી હોતી અને સર્ચના માધ્યમથી મળી પણ શકતી નથી. અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય છે, જે પણ ગેરકાયદેસર ગતિવિધિ હોય છે. તે ડાર્ક નેટ પર સિક્રેટ હોય છે. આઈપી રિફ્લેકટ થશે નહીં. આ એક બીજી દુનિયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ખાસ બ્રાઉઝરના માધ્યમથી આ ડાર્કનેટમાં પ્રવેશ મેળવી શકાય છે, જ્યાં તમને અલગ અલગ લિંક મળશે. આના માધ્યમથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે અને આ ટ્રાન્જેક્શન ખૂબ જ ગોપનીય હોય છે. જ્યારે IP અંગે કોઈ માહિતી મળતી નથી, તેથી ક્રિમિનલ્સને પકડવા ખૂબ જ ચેલેન્જ થઈ જાય છે. જ્યારે પણ ડાર્ક નેટના માધ્યમથી ટ્રાન્જેક્શન કરવામાં આવે છે ત્યારે ક્રિપ્ટોકરન્સી સૌથી વધારે સાયબર ક્રિમિનલ દ્વારા વાપરવામાં આવે છે.
આજીવન કેદ થઈ શકેસાયબર ટેરરિઝમની (Cyber Expert on Cyber Terrorism) વાત કરવામાં આવે તો ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની (Indian Information Technology Act) સેક્શન 66 Fમાં આજીવનની સજા છે. જ્યારે આવી ગતિવિધિ રાષ્ટ્રના વિરૂદ્ધ કરવામાં આવે છે. તો ક્રિપટોકરન્સી માટે કોઈને પણ વેપાર બતાવવાની જરૂર પડતી નથી. આ એક બેન્ક એકાઉન્ટ જેવું હોય છે. વ્યક્તિનું વોલેટ તેમાંથી સહેલાઈથી બીજા વ્યક્તિના વોલેટમાં એમાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે. એક્સચેન્જ એમાઉન્ટ પણ ખૂબ જ નેજીબલ હોય છે.
આર્મી મુવમેન્ટ જણાવવા બદલ તેણે રૂપિયા લીધાકુખ્યાત ISI એજન્ટ દિપક સાળુકેનો (ISI Agent Deepak Salunkhe) પાકિસ્તાની નાગરિક અને ISIના એજન્ટ હમીદ સાથેના કનેક્શન પ્રકરણમાં પોલીસે એની વોટ્સએપ પરની ચેટની તપાસ કરી છે. આરોપીની કોલ ડીટેલ, કોના સંપર્કમાં હતો, રૂપિયા કેવી રીતે આવ્યા તે બાબતે તપાસ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી.
ચોંકાવનારી વિગત આવી સામે આરોપીની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો એ સામે આવી હતી કે, દિપક મે 2022થી કરાચીના હમીદના સંપર્કમાં હતો. રાજસ્થાનના પોખરણ આર્મી બેઝના ફોટોસ હમીદને મોકલ્યા હતા. પોખરણ ખાતેની આર્મી મુવમેન્ટ જણાવવા બદલ તેણે રૂપિયા લીધા હતા. હમણા સુધી કુલ 75,856 રૂપિયા એકાઉન્ટમાં મેળવ્યા હતા. તો બિઝનેસ વ્હોટ્સએપ પર તે પ્રદીપ BSF નામથી વાત કરતો હતો. પોલીસ ધરપકડ પહેલા તેણે તમામ વ્હોટ્સએપ ચેટ ડિલીટ કરી દીધી હતી. દિપક ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જર 'BINANCE' માં એકાઉન્ટ ધરાવતો હતો. પાકિસ્તાની હમીદે દિપકને 226 USDT ક્રિપ્ટોકરન્સી મોકલી હતી. ક્રિપ્ટો કરન્સી મોકલનાર મહંમદ નામક વ્યક્તિનું નામ તપાસમાં ખુલ્યું છે. પ્રદિપ નામ અપનાવીને તે વાત કરતો હતો. દિપકે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક ઉપર ભરત રાજપુત નામથી એક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. પછી તે હવાલા પ્રવૃતિ કરતા ફેસબુકના કુલ 13 જેટલા ગ્રૂપમાં પણ જોડાયો હતો.