- ગામના લોકો એકત્રિત થઈ સર્વસંમતિથી સરપંચ અને સભ્યોની પસંદગી કરે છે
- વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ જળવાઈ
- ગ્રામજનો આનો શ્રેય વડવાઓને આપે છે
બારડોલી : ગ્રામ પંચાયતની ચૂંટણીને(Gram Panchayat Election) લઈને ગ્રામ્ય વિસ્તારમાં માહોલ ગરમાયો છે. નેતાઓ પોતાના ગામામાં ચૂંટણી ટળે અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે છેલ્લે સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બારડોલી તાલુકાનું નાનકડું ઇશનપોર ગામમાં(Samaras Ishanpore Gram Panchayat) ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ એક પણ વખત ચૂંટણી થઈ નથી. ગામના લોકો જ સર્વસંમતિથી સભ્ય અને સરપંચની પસંદગી કરતા આવ્યા છે. આ વખતે પણ ગામમાં તમામ સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટાતા ગ્રામ પંચાયત સમરસ બની છે.
અન્ય ગ્રામપંચાયત માટે પ્રેરણારૂપ
આ નાનકડા ગામમાં મુખ્યત્વે કોળી પટેલ અને હળપતિ સમાજની વસ્તી છે. અંદાજિત 700ની વસ્તી ધરાવતા આ ગામમાં 400 જેટલા મતદાતા છે. ગામમાં આઝાદી બાદ એક પણ વખત ચૂંટણી યોજાઈ નથી. તેનું શ્રેય ગામના નાગરિકોને જાય છે. ગ્રામજનો પરસ્પર વાતચીત કરીને કોઈને મનદુઃખ ન થાય તે રીતે સારા ઉમેદવારોની સરપંચ અને સભ્યો તરીકે વરણી કરે છે અને તેમને ગ્રામજનો માન્ય રાખે છે. વર્ષોથી ચાલી આવેલી ગામના પ્રથમ નાગરિકની વરણીની આ પરંપરા આજે પણ ચાલી આવી છે. ઇશનપોર ગામ અન્ય ગ્રામ પંચાયતો(gram panchayat election in gujarat) માટે પણ પ્રેરણાદાયી બન્યું છે.
2016માં ઉપસરપંચના બે ઉમેદવાર થતા ગામની વચ્ચે મૂકી હતી મતપેટી