ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 5 વર્ષિય બાળકી પહેલા માળેથી પટકાઇ, 8 ફુટ લાંબો સળિયો પેટની આરપાર - Injured

સુરત: શહેરમાં રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. મજૂરની 5 વર્ષની દિકરી બંગલાનું રિનોવેશનના કામગીરી દરમિયાન પહેલા માળેથી જમીન પર પટકાતા 8 ફુટ લાંબો લોખંડનો સળિયો બાળકીના પેટની આરપાર થઇ ગયો હતો. જેને પગલે આ મજૂરની 5 વર્ષિય બાળકીને 108 મારફતે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત બાળકી

By

Published : Jun 22, 2019, 5:36 PM IST

સુરતમાં પ્રફુલભાઇ ગોંડલિયાનું જોલી બંગલાનું રિનોવેશન કામ ચાલુ હતું. જ્યાં સવારના તમામ મજૂરો પોતાનું કામકાજ કરી રહ્યાં હતા. એક મજૂરની 5 વર્ષિય શર્મિલા રાવત બાળકી સવારના 7.15 કલાકે બંગલાના પહેલા માળેથી જમીન પર પટકાઇ હતી. આ ઘટનાને પગલે 5 વર્ષિય બાળકીના પેટની જમણી બાજુમાં લોખંડનો 8 ફુટનો સળિયો આરપાર થઇ ગયો હતો.

સુરતમાં બાળકીના પેટના ભાગે સળીયો આરપાર ધુસી ગયો

આ ઘટનાને પગલે ભતાર વિસ્તારની 108ની ગાડી EMT હેતલે પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે બાળકીને ઓપરેશન કરી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં શર્મિલાને 8 ફુટનો સળિયો લગભગ 3 ફુટ જેટલો આરપાર થઇ ગયો છે, ત્યારે બાળકીની હાલત ગંભીર પણ જણાઇ રહી છે.

સુરતમાં બાળકીના પેટના ભાગે સળીયો આરપાર ધુસી ગયો

ABOUT THE AUTHOR

...view details