ગુજરાત

gujarat

ETV Bharat / state

Investigation of Corruption: સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપનો વિવાદ પહોંચ્યો દિલ્હી - તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આરોપ

સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુમુલના નિયામકોની ચૂંટણી સમયે તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, તે આરોપ પર કોઈ તપાસ ન થતા હવે સહકારી આગેવાન દર્શન નાયકે આ અંગે તપાસની માગણી કરી હતી.

Investigation of Corruption: સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપનો વિવાદ પહોંચ્યો દિલ્હી
Investigation of Corruption: સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપનો વિવાદ પહોંચ્યો દિલ્હી

By

Published : Jun 23, 2021, 2:17 PM IST

  • સુમુલ ડેરીના વર્તમાન ચેરમેને પૂર્વ ચેરમેન પર કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ
  • સુમુલના નિયામકોની ચૂંટણી સમયે તત્કાલીન પ્રમુખ રાજુ ઠાકોર પર લાગ્યા હતા આક્ષેપ
  • સુમુલ ડેરીનો વિવાદ પહોંચ્યો દિલ્હી અને ગાંધીનગર સુધી
  • રાજુ ઠાકોર પર 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાયો છે


સુરતઃ સુમુલ ડેરીનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંગ પટેલે સુમુલના નિયામકોની ચૂંટણી વખતે તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો. જોકે, આ આરોપની તપાસ ન થતા હવે સહકારી આગેવાન દર્શન નાયક આગળ આવ્યા છે અને તેમણે વિવાદની તપાસ કરવા માગ કરી છે. આ સાથે આ વિવાદ હવે દિલ્હી અને ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે.

સુમુલ ડેરીનો વિવાદ પહોંચ્યો દિલ્હી અને ગાંધીનગર સુધી

આ પણ વાંચો-સુમુલ ડેરી સામે યુથ કોંગ્રસે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સહકારી આગેવાન દર્શન નાયકે રાષ્ટ્પતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

ફક્ત સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી સમયે વર્તમાન સુમુલના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા પૂર્વ સુમુલના પ્રમુખ અને હાલ ઉપપ્રમુખ રાજુ પાઠક પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ આ આરોપોની કોઈ તપાસ કરવામાં ન આવતા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ મામલે તટસ્થ તપાસની માગ કરી હતી.

સુમુલ ડેરીના વર્તમાન ચેરમેને પૂર્વ ચેરમેન પર કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો-ધાનેરામાં ભારે વિવાદ પછી નગરપાલિકામાં મહિલા પ્રમુખની વરણી

સમગ્ર મામલો શું હતો?

ભાજપના પૂર્વ સાંસદ અને હાલ વર્તમાન સુમુલના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી વખતે 9 જૂન 2020એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તત્કાલીન ચેરમેન અને હાલ વાઈસ ચેરમેન પદ પર બેઠેલા રાજુ પાઠક સામે 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. માનસિંગ પટેલના આરોપથી સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, ત્યારબાદ થયેલી નિયામકની ચૂંટણીમાં ભીનું સકેલી લેવામાં આવ્યું હતું અને ભાજપના આગેવાનો દ્વારા માનસિંગ પટેલને પ્રમુખ અને રાજુ પાઠકને ઉપપ્રમુખ બનાવી સમગ્ર મામલો દબાવી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details