સુરત: ભેસ્તાન વિસ્તારનો નિવાસી 22 વર્ષીય યુવાને દારૂના નશામાં ભાન ભુલી દારૂ સાથે એસિડ પી (Intoxicated dies after drinking Acid ) લેતા મિત્રો દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ(New Civil Hospital Surat) ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. આ મામલાની જાણ પાંડેસરા પોલીસને (Pandesara Police) થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂના નશામાં એસિડ પી જીતેન્દ્રનું મોત થતા પરિવારનો આર્થિક સહારો પણ છીનવાઇ ગયો છે.
જાણો સમગ્ર ઘટના વિશે
આ બાબતે મૃતક જીતેન્દ્ર જેનાના રૂમ પાર્ટનર પંકજ સ્વાઇએ જણાવ્યું કે, ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ જીતેન્દ્ર ત્રણ દારુની પોટલી લઈને રૂમએ આવ્યો હતો, ત્યારબાદ અમને પણ એ વાતનો ખ્યાલ ના રહયો કે તેણે ક્યારે અને કઈ રીતે દારૂની સાથે એસિડ પીધુ હતુ. દારૂ સાથે એસિડ પી ગયા પછી મને કહેવા આવ્યો કે "મેં દારૂની સાથે એસિડ પી લીધું છે મારા પેટમાં અસહ્ય બળતરા થઇ રહી છે" આ વાત જાણતા હું અને અમારા બીજા મિત્રો ગભરાય ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી અને 10 વાગ્યાની આસપાસ ડોક્ટર દ્વારા અમને કહેવામાં આવ્યું કે જીતેન્દ્રનું મોત થઇ ગયું છે.
ત્રણ મહિના પહેલા જ સુરત કમાવા માટે આવ્યો હતો જીતેન્દ્ર
મૃતકના મિત્રએ જણાવ્યું કે, અમે બધા એક જ ગામના છીએ. હું તો પાંચ વર્ષથી સુરતમાં સ્થિર છું, પરંતુ જીતેન્દ્ર ત્રણ મહિના પહેલાં જ પોતાના વતનથી સુરત કમાવા માટે આવ્યો હતો. 1 વર્ષ પહેલા જ જીતેન્દ્રના પિતાની મૃત્યું થયું હતું. પિતાના મોત બાદ પરિવારની જવાબદારી જીતેન્દ્ર પર આવી ગઇ હતી. આ માટે જીતેન્દ્રએ સુરતમાં આવી પરિવારને આર્થિક મદદ કરવાનું વિચાર્યું હતું એટલે તેણે ત્રણ મહિના પહેલાં સુરત આવીને ભેસ્તાન વિસ્તારમાં આવેલા સંચાના કારખાનામાં કામ કરતો હતો.
જીતેન્દ્ર પર જ પરિવારની જવાબદારી હતી