સુરત:શહેરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આગામી 23 જુલાઈ ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.તે સાથે જ સાવરે ત્રણ કિલોમીટરનું વૉકથૉનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે થશે.આ કાર્યક્રમ કરવા પાછળનું કારણ સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સૂચકાંક સ્વાસ્થ્ય અનુસાર ભારતમાં 50 ટકાથી વધારે તથા ગુજરાતમાં 53 ટકા એનિમિયાના લક્ષણો જોવા મળે છે જે સમસ્યાની નાબુદી માટે મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
" સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આગામી 23 મી જુલાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એમ્પિથીયેટર ખાતે વોકેથોન અને ઈટ રાઈટ મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દધાટન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. નાગરિકોના સુદઢ સ્વાસ્થ્ય માટે મિલે્ટસનો વધુને વધુ ખોરાકમાં ઉપયોગ થાય તે જરૂરી છે. જેનાથી કુપોષણની સમસ્યામાંથી મુકિત તથા એનિમિયાની સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે"--પ્રીતિ ચૌધરી ( ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા રીજીનલ ડાયરેકટર)
53 ટકા એનિમિયાના લક્ષણો:વધુમાં જણાવ્યુંકે, સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સૂચકાંક સ્વાસ્થ્ય અનુસાર ભારતમાં 50 ટકાથી વધારે તથા ગુજરાતમાં 53 ટકા એનિમિયાના લક્ષણો જોવા મળે છે જે સમસ્યાની નાબુદી માટે મિલેટ્સ ઉત્તમ ખોરાક છે. ફુડ ઓથોરિટી દ્વારા બાજરી, જુવાર, નાગલી, રાજગરો, કાગ, સાંવા જેવા 15 પ્રકારના મિલે્ટસને પ્રમાણિત કરવામાં આવ્યા છે.
જંકફૂડ કલ્ચરઃ આજનું યુવાધન જયારે જંકફુડ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણી પ્રાચીન પરંપરામાં મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. મિલે્ટસને એક ફેશન સ્ટેટસ તરીકે પ્રમોટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મિલેટ્સમાં ફાઈબરરિચનું પ્રમાણ વધુ હોય છે. સાથે આર્યન, પ્રોટિન સાથે અન્ય માઈક્રો ન્યુટ્રીશન પણ હોવાથી તેને દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવામાં આવે આ કાર્યક્રમ કરવાનું મુખ્ય હેતુ આ છે.
હોટેલ-રેસ્ટોરન્ટમાં મિલેટ્સન:આ બાબતે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યુંકે, શહેરીજનો દૈનિક મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય તે માટે શાળા-કોલેજો, સરકારી-અર્ધકારી સંસ્થાઓના કેન્ટીનોમાં અઠવાડિયામાં એકવાર પોતાના મેનુમાં મિલેટ્સની વાનગીઓને સ્થાન આપે તે માટે સેમિનારો-મીટીંગો યોજવામાં આવશે. આ ઉપરાંત શહેરની હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિયેશનો સાથે પણ મીટીંગ કરીને મિલેટ્સને પોતાના મેનુમાં સ્થાન આપે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીને આત્મહત્યા કરતા અટકાવી પોલીસે
- Surat Rain : માંડવીનો જીવાદોરી સમાન ગોડધા ડેમ ઓવરફ્લો થતાં લોકો ખુશખુશાલ