ગુજરાત

gujarat

ETV Bharat / state

International Women's Day: બારડોલીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 45 શિક્ષિકાઓએ 45 મિનિટ સુધી યોગ કર્યા - યોગાસનનો વિશ્વ રેકોર્ડ

બારડોલીની શાળામાં મહિલા દિવસની (International Women's Day)અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાની 45 શિક્ષિકાઓ સતત 45 મિનિટ સુધી યોગના (Yoga Women's Day Celebration)વિવિધ આસનો કર્યાં હતા. આ એક વિશ્વ રેકોર્ડ હોવાનું શાળાના આચાર્યએ દાવો કર્યો હતો. તેમની આ પ્રવૃત્તિને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

International Women's Day: બારડોલીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 45 શિક્ષિકાઓએ 45 મિનિટ સુધી યોગ કર્યા
International Women's Day: બારડોલીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 45 શિક્ષિકાઓએ 45 મિનિટ સુધી યોગ કર્યા

By

Published : Mar 9, 2022, 4:58 PM IST

સુરતઃઆંતરરાષ્ટ્રીયમહિલા દિવસનિમિત્તે (International Women's Day)બારડોલીની પારસી ટ્રસ્ટ ઇંગ્લિશ મીડિયમ (Parsi Trust English Medium School)સ્કૂલમાં 45 શિક્ષિકાઓએ 45 મિનિટ સુધી યોગાસન કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે દાવેદારી કરી છે. આ રીતે સામૂહિક યોગાસન કરનાર પારસી ટ્રસ્ટ સ્કૂલ પ્રથમ હોવાનું ટ્રસ્ટી અને આચાર્યએ જણાવ્યુ હતું.

મહિલા દિવસની ઉજવણી

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ આપ્યો સંદેશ

બારડોલીમાં આવેલી લઘુમતી શાળા પારસી ટ્રસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની(Women's Day celebrations in Bardoli) શિક્ષિકાઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કઈંક અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આ માટે શાળામાં નોકરી કરતી 45 જેટલી શિક્ષિકાઓએ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત શારીરિક અને માનસિક રીતે નારી સશક્ત કેવી રીતે બને તેનો સંદેશો ફેલાવવા માટે યોગાસનનો વિશ્વ રેકોર્ડ (Yogasana world record)કરવાનો નિર્ણય કર્યો હતો.

સતત 45 મિનિટ સુધી કર્યા આસનો

આચાર્ય અને ટ્રસ્ટી મંડળ તરફથી મંજૂરી મળતા શિક્ષિકાઓએ આ રેકોર્ડ બનાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. દરમિયાન વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શાળાના હોલમાં સતત 45 મિનિટ સુધી યોગના વિવિધ આસનો કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી કરી છે. આ યોગાસન તેમણે કોચ શુભમ તિવારીના માર્ગદર્શન હેઠળ કરી હતી.

આ પણ વાંચોઃCongress women protest: વિશ્વ મહિલા દિવસે મહિલાઓની અટકાયત

યોગ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પરવેઝ મહેતાએ ભાગ લેનાર તમામ શિક્ષિકાઓને શાળા અને બારડોલી શહેરનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્યા જિજ્ઞાસા પટેલે જણાવ્યુ હતું કે, મહિલા સશક્તિકરણ અને ફિટ ઈન્ડિયા મુવમેંટ અંતર્ગત મહિલા શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. યોગથી નારી સશક્ત બનવાની સાથે સાથે ભારતીય સંસ્કૃતિની પણ જાળવણી થાય છે એવો લોકો સુધી સંદેશ પહોંચાડવાનો પણ એક હેતુ રહેલો છે.

આ પણ વાંચોઃWomen Participation In Politics In India: રેશમા પટેલે રાજકીયક્ષેત્રે મહિલાઓ માટે 50 ટકા અનામતની કરી માંગ, આજથી શરૂ કરશે મુહિમ

ABOUT THE AUTHOR

...view details