સુરતમાં પણ સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે ઈન્ટર્ન તબીબો હડતાળ પર - ઈનટર્ન તબીબો હડતાલ પર
સુરતમાં સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે ઈન્ટર્ન તબીબો રાજ્યમાં આજે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં પણ ઈન્ટર્ન તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો.
સુરત: સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે ઈન્ટર્ન તબીબો રાજ્યમાં આજે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં પણ ઈન્ટર્ન તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો. 'ઈન્ટર્ન તબીબો છે હોસ્પિટલોનો આધાર, હવે તો વધારો અમારો પગાર' જેવા બેનરો સાથે વિરોધ નોધાવવામાં આવ્યો હતો.
58 પ્રકારની સર્જરી માટે મંજૂરી
આયુર્વેદિક ડૉકટરોને 58 પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવા માટેની માંગણી સાથે આજથી કોરોના સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા છે. સુરત સિવિલ અને સ્મીમેરના 300 ઈન્ટર્ન તબીબ પણ આ હડતાળમાં જોડાયા છે. ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા હોવાથી દરેક વોર્ડમાં દર્દીઓની સારવારની સેવા પ્રભાવિત થશે. ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા હોવાથી ટ્રોમા સેન્ટર, ઓપીડી, વોર્ડ અને ઓટીમાં અસર દેખાઈ રહી છે. જ્યારે ઇન્ટર્ન તબીબોની હડતાળના પગલે કોવિડ હોસ્પિટલમાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે તેવી શક્યતા રહેલી છે. સુરતમાં ઈન્ટર્ન તબીબો છે હોસ્પિટલોનો આધાર હવે તો વધારો અમારો પગાર જેવા બેનરો સાથે વિરોધ નોધાવવામાં આવ્યો હતો.