સુરતમાં રહેતા લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. લોકો પોતાના સ્માર્ટ ફોનથી એક એપ્લિકેશનના માધ્યમથી જાણી શકશે કે મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા માટે કેટલી જગ્યા છે, અને ત્યાં સુધી તેઓ પોતાના વાહન ક્યાં પાર્ક કરી શકશે.
સુરતમાં ઇન્ટેલિજન્સ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો - gujarati news
સુરત : મહાનગરપાલિકા દ્વારા આઈ પાર્કને ઇન્ટેલિજન્સ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સિસ્ટમ લોકોના સમયની બચત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સાથે પાર્કિંગ માટે જે અવ્યવસ્થા ઊભી થતી હતી, તે ન થાય તેને ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે.
સ્પોટ ફોટો
આશરે 4.73 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 9 જેટલા ઈન્ટેલિજન્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સીસીટીવી કેમેરાથી લેસ છે. આ મલ્ટીલેવલ પાર્કિંગમાં કેટલી જગ્યા ખાલી છે અને ક્યાં લોકો પોતાનું વાહન પાર્ક કરી શકે તે માટે હવે એક એપ તૈયાર કરવામાં આવી છે આ એપના માધ્યમથી લોકો જિયોગ્રાફિક લોકેશન અને પાર્ક કરવાની જગ્યા અંગે સંપૂર્ણ માહિતી મેળવી શકશે.